ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આવતીકાલે અનંત ચતુર્દશી, બાપ્પાનું વિસર્જન શા માટે થાય છે? જાણો મહત્વ

જ્યોતિષ / આવતીકાલે અનંત ચતુર્દશી, બાપ્પાનું વિસર્જન શા માટે થાય છે? જાણો મહત્વ

Last Updated: 10:12 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન એ ફક્ત એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનની ઊંડાઈ, અસ્થાયીતા અને ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે.

ADVERTISEMENT

ગણેશ ઉત્સવ હવે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલતા આ ભવ્ય ઉત્સવનો અંત આ વર્ષે 10 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન સાથે થશે. આ દિવસે ધૂમધામથી બપ્પાની મૂર્તિને જળાશય કે નદીમાં વિસર્જિત કરવામાં આવે છે અને સાથે જ “ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તૂ જલદી આના જયઘોષ સાથે બપ્પાને ફરી આવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

ganesh-visarjan-4

ગણેશ વિસર્જન શા માટે કરવામાં આવે છે?

ગણેશજી બુદ્ધિ, વિવેક અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે બપ્પાની આરાધના કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ પ્રસસ્ત થાય છે. ગણેશ ચતુર્થીના રોજ બપ્પાની આવાહન સાથે સ્થાપના થાય છે. દસ દિવસ સુધી ભક્તિપૂર્વક પૂજા-અર્ચના બાદ વિસર્જન દેવતાને સન્માનપૂર્ણ વિદાય આપવાની પ્રક્રિયા માનવામાં આવે છે. વિસર્જન એ જીવનના અનિત્યત્વ (નશ્વરતા)નો સંદેશ આપે છે કે જે આવ્યું છે તેને એક દિવસ વિદાય લેવી જ છે.

ganesh-visarjan-2

વિસર્જનનું આધ્યાત્મિક મહત્વ

ગણેશજીની મૂર્તિ મુખ્યત્વે માટીની બનેલી હોય છે. પાણીમાં વિસર્જિત થવાથી તે ફરી પંચતત્વમાં લય પામે છે. આ આપણને આત્મા અને પરમાત્માની એકરૂપતા યાદ અપાવે છે. જ્યોતિષ અનુસાર, જેમ દરેક કાર્યની શરૂઆત જરૂરી છે તેમ તેનો સમાપન પણ આવશ્યક છે, નહીં તો ગ્રહશક્તિ અધૂરી રહી શકે છે.

વધુ વાંચો : 100 વર્ષ પછી 7 સપ્ટેમ્બરે દુર્લભ ચંદ્રગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

પૌરાણિક કથા

એક કથાનુસાર, મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને દસ દિવસ સુધી મહાભારતની વાર્તા સંભળાવી હતી. બપ્પાએ સતત દસ દિવસ સુધી આ ગ્રંથ લખ્યો. દસમા દિવસે તેમનું શરીર અતિશય તપેલું થઈ ગયું હતું. વેદવ્યાસજીએ તેમને નજીકના કુંડમાં લઈ જઈ ઠંડક અપાવી. ત્યારથી માનવામાં આવે છે કે વિસર્જન દ્વારા ગણેશજીને શીતળતા મળે છે અને આ પરંપરા શરૂ થઈ. ગણેશ વિસર્જન માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તે જીવનના સત્ય, અનિત્યતા અને ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Ganesh Visarjan 2025 AnantChaturdashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ