બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:28 PM, 27 November 2025
1/6
Shukra Surya Yuti 2025: વૈદિક જ્યોતિષ પ્રમાણે, ગ્રહોના રાજા સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે, જેની અસર 12 રાશિઓ પર પડે છે. ડિસેમ્બરના અંતમાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને 14 જાન્યુઆરી 2026 સુધી આ જ રાશિમાં રહેશે. આ દરમિયાન સુર્ય કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરશે. આવી જ યુતિ 20 ડિસેમ્બરે શુક્ર સાથે થશે. આ દિવસે શુક્ર પણ ધન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં સુર્ય-શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ બનશે.
2/6
3/6
સૂર્ય-શુક્રની યુતિ મિથુન રાશિના જાતકો માટે લાભકારી હોઈ શકે છે. આ ગોચરથી કુંડળીના સાતમાં ભાવમાં શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે. મિથુન રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે, સાથે ધન-ધાન્યમાં વધારો થશે. કારકિર્દીમાં ઘણો ફાયદો થઈ શકે છે. કાર્યસ્થળ પર લાંબા સમયથી આવી રહેલી સમસ્યાનો અંત આવશે. કોઈ ધાર્મિક આયોજનમાં ભાગ લઈ શકો છો, માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય લાભકારી રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. પરિવારના સંબંધોમાં મધુરતા આવશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. સમાજમાં સન્માન વધશે.
4/6
તુલા રાશિના જાતકોને શુક્રાદિત્ય રાજયોગથી લાભ થશે. સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. ભૌતિક સુખ મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. તેમનો સારો વિકાસ થઈ શકે છે. માનસિક અને શારીરિક શાંતિ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો સમય હોઈ શકે છે. સાથે જ સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ શકે છે. સિનિયર અધિકારીઓ સાથે સારા સંબંધ બની શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે.
5/6
શુક્રાદિત્ય રાજયોગથી સિંહ રાશિના જાતકોને ઘણો ફાયદો મળી શકે છે. સૂર્ય અને શુક્રની યુતિ પાંચમાં ભાવમાં થવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. સૂર્ય સિંહ રાશિના સ્વામી છે, એટલે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો જોવા મળશે. જૂની ભૂલો સુધારવાની તક મળશે, જીવનમાં નવી દિશા સ્થાપિત કરવાનો પ્રયાસ કરશો. માતાપિતાનો સહયોગ મળશે, સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે છે. સંતાન સાથે જોડાયેલ સારા સમાચાર મળી શકે છે. સંતાનના ભવિષ્યની ચિંતા દૂર થશે. મહેનતનું ફળ મળશે અને કામથી પ્રભાવિત થઈને કાર્યસ્થળ પર મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. કામ માટે મુસાફરી કરવી પડી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ