ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 21 નવેમ્બરે લક્ષ્મી યોગનો સંયોગ, દેવી લક્ષ્મીની કૃપાનો લાભ મળશે આ આ રાશિઓને

ધર્મ / 21 નવેમ્બરે લક્ષ્મી યોગનો સંયોગ, દેવી લક્ષ્મીની કૃપાનો લાભ મળશે આ આ રાશિઓને

Published By: Nidhi Panchal

Last Updated: 05:43 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે 21 નવેમ્બરનું સવાર ઉગશે અનેક શુભ યોગોના સંગમ સાથે, જેનાથી કંઈક વિશેષ બનો છે શક્ય. ચંદ્ર, સૂર્ય અને મંગળની ખાસ યુતિએ આ દિવસને ધન, સફળતા અને ભાગ્ય માટે ખાસ બનાવ્યો છે.

ADVERTISEMENT

21 નવેમ્બર, શુક્રવારે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આ દિવસે ચંદ્ર મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં દિવસ અને રાત બંને ગાળશે. ચંદ્ર વૃશ્ચિકમાં ગોચર દરમિયાન સૂર્ય અને મંગળ સાથે ખાસ જોડાણ કરે છે, જેના પરિણામે આદિત્ય મંગળ યોગ રચાય છે. આ યુતિ આવતીકાલે ઉર્જા, હિંમત અને કાર્યસિદ્ધિ વધારશે. આ સાથે, ચંદ્ર અને મંગળની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે, જે ધનપ્રાપ્તિ અને આર્થિક ઉન્નતિ માટે ખાસ માનવામાં આવે છે.

Astrology

એટલું જ નહીં, અનુરાધા અને જ્યેષ્ઠ નક્ષત્રના જોડાણથી સર્વાર્થ સિદ્ધિ યોગ સર્જાય છે, જે મુશ્કેલ કાર્યો સરળ બનાવે છે અને કાર્યમાં સફળતા અપાવે છે. વધુમાં, શુક્રવારે બનતો માલવ્ય રાજ યોગ વૈભવ, સુખ અને પ્રતિષ્ઠા મેળવાવવા અનુકૂળ ગણાય છે. આ બધા યોગો મળીને આવતીકાલે ખાસ સૌભાગ્યદાયક દિવસ બનાવે છે, ખાસ કરીને કેટલીક રાશિઓ માટે. જ્યોતિષીય પરિવર્તન મુજબ, વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ ખાસ શુભ રહેશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાની શક્યતા છે.

વૃષભ રાશિ

varusbh

વૃષભ રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ વ્યવસાય અને કારકિર્દીની દ્રષ્ટિએ ફળદાયી રહેશે. અટકેલી રકમ પાછી મળવાની શક્યતા છે અને કોઈ જૂનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે છે. વિદેશી સ્ત્રોતોથી નફો તેમજ રોકાણમાંથી પણ લાભ થવાનું દર્શાય છે. નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે અને કોઈ ભેટ મળવાની પણ શક્યતા છે.

કર્ક રાશિ

04._kark

કર્ક રાશિ માટે તારાઓ અનુકૂળ સ્થિતિમાં છે. કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક મળશે અને નવા લોકો સાથે જોડાણ થશે. અટકેલા કામ પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે. મિલકત સંબંધિત લાભ, સામાજિક માન-સન્માન અને કાર્યસ્થળે સહકાર મળશે. નવા કાર્ય શરૂ કરવાની તક મળી શકે છે.

સિંહ રાશિ

05._Sinh

સિંહ રાશિના લોકો માટે શુક્રવાર સફળતા લાવશે. કામ પર નવી જવાબદારી મળી શકે છે અને વેપારમાં અપેક્ષા કરતાં વધુ નફો થશે. કેટરિંગ, હોટેલ, ખાદ્ય વ્યવસાયમાં ખાસ લાભ. પ્રેમ જીવનમાં સુખકારક સમય અને મિત્ર–સંબંધી તરફથી શુભ સમાચાર મળી શકે છે.

vtv app promotion

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક જાતકો માટે દિવસ બહુ શુભ રહેશે. મોટા પ્રોજેક્ટ સફળ થશે અને નોકરી બદલવા ઇચ્છુકોને સારી તક મળે. પ્રેમ જીવનમાં ઘનિષ્ઠતા વધશે અને ભેટ મળવાની શક્યતા છે. અધિકારીઓનો ટેકો મળશે તેમજ જમીન–મિલકતથી લાભ થશે.

આ પણ વાંચો : કૂબેર ખોલી નાખશે દ્વાર! 23 નવેમ્બરથી ખુલશે આ 4 રાશિઓનું ભાગ્ય, રાહુ ચાલથી લાભ જ લાભ!

મકર રાશિ

મકર રાશિના લોકો માટે અણધાર્યા નાણાકીય લાભોના સંકેત છે. કોઈ અજાણી વ્યક્તિ માર્ગદર્શક અથવા મદદરૂપ બની શકે છે. પારિવારિક આનંદ વધશે અને કાનૂની બાબતમાં સફળતા મળી શકે છે. વાહન અથવા વૈભવી વસ્તુ ખરીદવાની તક મળે. નોકરી બદલવા ઇચ્છુકોએ હવે પ્રયત્નો વધારે કરવા જોઈએ.

DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Yog , 21 November Horoscope Aditya Mangal Yog

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ