બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:16 PM, 27 March 2024
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર અમાસના રોજ એટલે કે 8 એપ્રિલ 2024ના રોજ થવાનું છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આમ તો આ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર સૂર્યને આત્માકારક માનવામાં આવે છે. જેથી સૂર્ય સંબંધિત કોઈ પણ ઘટના બને છે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડે છે. આ સૂર્યગ્રહણ આમ તો ભારતમાં નથી દેખાવાનું પણ તે કેટલીક રાશીના લોકો માટે ફાયદાકારક સાબીત થશે તેવુ જ્યોતિષ દ્વારા કહેવાઈ રહ્યુ છે. જેથી કઈ રાશીના લોકો પર આ સૂર્યગ્રહણની સારી અસર પડશે તે તમને જણાવીશું.
ADVERTISEMENT

વૃષભ
ADVERTISEMENT
વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર વૃષભ રાશિના લોકો પર સકારાત્મક રહેશે. આ રાશિના લોકો માટે આર્થિક લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની શક્યતા છે. આ સાથે કરિયર સંબંધિત સમસ્યાઓનો અંત આવીને તેમની સંપત્તિમાં પણ વધારો થશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી એકવાર શરૂ થઈ શકે છે.

ADVERTISEMENT
મિથુન
જ્યોતિષ અનુસાર આ સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. જો તમે શિક્ષણ અથવા નોકરી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમારું સપનું પૂરું થઈ શકે છે. તમને સકારાત્મક પરિણામ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે સંપત્તિમાં પણ વધારો થશે. તમને માનસિક સુખ અને શાંતિ મળશે.
ADVERTISEMENT

કર્ક
ADVERTISEMENT
પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી કર્ક રાશિના લોકોને રાહત મળી શકે છે. આ દરમિયાન જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા પણ થઈ શકે છે. તમારાથી મોટી ઉમંરના લોકોની મદદથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો.
વધુ વાંચો : એપ્રિલમાં 5 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, નોકરી અને બિઝનેસ સહિત તમામ ક્ષેત્રમાં મળશે સફળતા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. તે ઉત્તર અમેરિકા,કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ યુરોપ પેસિફિક, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં અને આર્યલેન્ડ સહિતના દેશમાં જોવા મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.