બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આર્થિક તંગીથી છો પરેશાન? તો અપનાવજો 5 રૂપિયાના સિક્કા સાથેનો આ ઉપાય, ખુલી જશે ભાગ્યના દ્વાર
Nidhi Panchal
Last Updated: 09:18 AM, 23 June 2025
દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માટે સતત મહેનત કરે છે. કોઈ સારી નોકરી મેળવવા માંગે છે, તો કોઈ વ્યવસાયમાં ઉન્નતિ કરવા માંગે છે. છતાં, કેટલીકવાર સખત મહેનત પછી પણ જ્યારે સફળતા મળતી નથી, ત્યારે માણસ હતાશ થઈ જાય છે. જો તમે પણ એવાં સમયે પસાર થઈ રહ્યા છો, તો ભય ન રાખો. જ્યોતિષ શાસ્ત્રમાં 5 રૂપિયાના સિક્કાનો ઉપાય એવો બતાવવામાં આવ્યો છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે અને અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
ADVERTISEMENT
જો તમને લાગે કે સખત મહેનત છતાં નસીબ તમારો સાથ નથી આપતું, તો ગુરુવાર અથવા શુક્રવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. પછી 5 રૂપિયાનો સિક્કો લો અને તેને ગંગાજળથી ધોઈ લો. પછી આ સિક્કાને પીળા કપડામાં કેસર, હળદર અને ચોખા સાથે બાંધીને નાનું પોટલું બનાવો. આ પોટલાને ઘરના પ્રાર્થના સ્થળે રાખી “ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મીય નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો. ત્યારબાદ આ પોટલાને પોતાના ખિસ્સામાં રાખો. માનવામાં આવે છે કે આમ કરવાથી નસીબ ઉઘડી જશે અને અટકેલા કાર્યો સફળ થવા લાગશે.
ADVERTISEMENT
નાણાકીય તંગી હોય અથવા આવક હોવા છતાં પૈસા હાથમાં ટકી ન રહે તો શુક્રવારે સાંજે 5 રૂપિયાનો સિક્કો લો. તેને ગંગાજળથી ધોઈ દેવી લક્ષ્મીના ચરણોમાં તાજા ગુલાબ અને ચોખા સાથે અર્પણ કરો અને પૂજા કરો. બીજા દિવસે સિક્કાને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો અને દર શુક્રવારે નવા ફૂલ ચડાવતા રહો. આ ઉપાયથી આવકમાં વધારો થાય છે અને ફિજૂલના ખર્ચાઓ અટકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજે સોમ પ્રદોષ વ્રત, ફટાફટ નોટ કરી લેજો શુભ મુહૂર્તથી લઇને પૂજા વિધિની રીત
ADVERTISEMENT
જ્યાં સુધી નોકરી કે વ્યવસાયની વાત છે, તો જો પ્રમોશન વારંવાર અટકતું હોય કે નફો મળતો ન હોય, તો ગુરુવારે પીળા કપડા પહેરી સ્નાન કર્યા પછી 5 રૂપિયાના સિક્કા પર હળદર-સિંદૂર લગાવી પીળા કપડામાં બાંધો. તેને પ્રાર્થના સ્થળે રાખી પૂજા કરી પછી ઓફિસ કે દુકાનના ડ્રોઅરમાં રાખો. આવું કરવાથી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે અને ધંધામાં શુભ ફળ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.