બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / asthma triggers in winters how inhaler helps in this problem and prevention tips

હેલ્થ / જો તમે પણ આ બિમારીથી પીડિત છો, તો ભૂલથી પણ ઠંડીની સીઝનમાં આ લક્ષણોને ન કરતા નજર અંદાજ

Manisha Jogi

Last Updated: 02:45 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસ્થમા કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. અસ્થમા એક ફેંફસાની બિમારી છે. ખાંસી, ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં ભાર તથા અસ્થમાના અન્ય લક્ષણો જોવા મળે છે.

  • અસ્થમા કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે
  • અસ્થમા એક ફેંફસાની બિમારી
  • આ લક્ષણો જોવા મળે તો ડોકટરની સલાહ લેવી જરૂરી 

અસ્થમા કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. આ બિમારી સ્પર્શથી ફેલાતી બિમારી નથી. અસ્થમા એક ફેંફસાની બિમારી છે, જેમાં શ્વસનમાર્ગમાં સોજો આવી જાય છે અને સંકોચાઈ જાય છે તથા કફ પણ બનવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય છે. ઉપરાંત ખાંસી, ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં ભાર તથા અસ્થમાના અન્ય લક્ષણો જોવા મળે છે. 

શિયાળામાં અસ્થામાના દર્દીઓને તકલીફ
શિયાળામાં અસ્થમા અનેકવાર ટ્રિગર થાય છે. અસ્થમાના દર્દીઓ માટે ઠંડી હવા પણ સામાન્ય ટ્રિગર થાય છે. આ ટ્રિગર્સને કારણે અસ્થમા ગંભીર સ્તરે પહોંચી જાય છે. ફેંફસામાં સોજો તથા બ્રોંકોસ્પઝ્મ (શ્વસનમાર્ગ સંકોચાવો) થાય છે.

કયા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ?
તમામ દર્દીઓમાં અસ્થમાના અલગ અલગ લક્ષણો જોવા મળે છે. કેટલાક અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં સંકોચન તથા દુખાવો, ખાંસી તથા ગભરામણ થાય છે. કેટલાક દર્દીઓને ખાંસી, નાક બંધ તથા ગળામાં ખરાશ અને કફની તકલીફ થાય છે. જે દર્દીઓમાં આ લક્ષણો જોવા મળે તેમણે તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. 

અસ્થમા- ઈન્હેલર

  • અસ્થમાનો ઈલાજ કરવા અને તેના લક્ષણોવી અસર ઓછી કરવા માટે ઈન્હેલર એક અસરદાર ઉપાય છે. 
  • ઈન્હેલર ફેંફસા સુધી દવા પહોંચાડવાનું કામ કરે છે, જેથી શ્વસનમાર્ગને આરામ મળે છે. 
  • શ્વસનમાર્ગ સુધી દવા પહોંચાડે છે અને આડઅસરની સંભાવના ઓછી રહે છે. 

વધુ વાંચો: ડાયાબિટીસને દૂર કરવા આજથી જ આ પાણી પીવાનું શરૂ કરો, બ્લડ શુગરને પણ કરી દેશે કંટ્રોલ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ