ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup T20 Super 4 match: India beat Afghanistan by 101 runs & 6 wickets
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 71મી સદી ફટકારી છે. કોહલીની આ શાનદાર સદીની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી. એટલે કે ભારતે આ મેચ 101 રને જીતી લીધી હતી.
Asia cup #INDvsAFG | India (212/2) beat Afghanistan (111/8) by 101 runs in the #AsiaCupT20 Super-4 match
— ANI (@ANI) September 8, 2022
ADVERTISEMENT
એશિયા કપની શરૂઆતની 2 મેચોમાં પાકિસ્તાન અને હોંગકોંગને હરાવી ભારતે સુપર 4માં પ્રવેશ મેળવ્યો હતો. પણ સુપર 4ની પહેલી મેચમાં પાકિસ્તાન સામે તેમજ 2જી મેચમાં શ્રીલંકા સામે કારમો પરાજય મળ્યો હતો. જેથી એશિયાકપની ફાઈનલમાં આવવાનું ભારતીય ટીમનું સપનું રોળાઇ ગયું હતું. પણ આજે ભારતીય બોલરો અને બેસ્ટમેને સારો દેખાવ કરતાં અફઘાનિસ્તાનની ટીમ સામે 212 રનનો ખડકલો કરી દીધો હતો. રન ચેઝ કરતાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ 111 રન જ કરી શકી હતી.
ADVERTISEMENT
ભારતની જીત વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારના નામે રહી
આજે ભારતે પોતાની એશિયા કપ 2022ની યાત્રાનો અંત જીત સાથે કર્યો હતો. દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવી જીત હાંસલ કરી હતી.આ વખતની ભારતની જીત વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારના નામે રહી હતી. મેચમાં કોહલીએ અણનમ 122 રનની ધુઆધાર ઇનિંગ રમી હતી.જેની સાથે કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ 71મી સદી હતી. બીજી તરફ ભુવનેશ્વર કુમારે માત્ર ચાર રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી. આ ઇનિંગના અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી.ભુવનેશ્વરએ હઝરતુલ્લાહ જઝઈ, રહેમાનુલ્લા ગુરબાઝ, કરીમ જનાતઅને નજીબુલ્લાહ ઝદરાન,અજમતુલ્લા ઓમરઝાઈની વિકેટ લીધી હતી. અને અર્શદીપ સિંહે મોહમ્મદ નબીને પેવેલિયન પરત કર્યો હતો.
ADVERTISEMENT
The milestone we'd all been waiting for and here it is!
— BCCI (@BCCI) September 8, 2022
71st International Century for @imVkohli 🔥💥#AsiaCup2022 #INDvAFGpic.twitter.com/hnjA953zg9
સંકળાયેલા મુદ્દાઓ