બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / કોણ જીતશે ક્રિકેટનો એશિયા કપ? મોટી ભવિષ્યવાણી જાહેર થઈ, શું ચમકશે ભારતનો 'સૂર્ય'?

દુબઈ / કોણ જીતશે ક્રિકેટનો એશિયા કપ? મોટી ભવિષ્યવાણી જાહેર થઈ, શું ચમકશે ભારતનો 'સૂર્ય'?

Hiralal Parmar

Last Updated: 09:00 AM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી પ્રારંભ થનારા એશિયા કપની જીતને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે.

9 સપ્ટેમ્બરથી ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટ એશિયા કપનો આરંભ થઈ રહ્યો છે. 8 દેશો વચ્ચે રમાનારા મોટા મહાદ્વીપ કપની જીતને લઈને એક મોટી આગાહી કરાઈ છે. ક્રિકેટ નિષ્ણાંતોની આગાહી અનુસાર, આ વખતનો એશિયા કપ ભારત જીતે તેવી પ્રબળ સંભાવના છે. નિષ્ણાંતો ભારતને હોટ ફેવરિટ ગણે છે.

ભારતની જીતનું શું કારણ

એશિયા કપની જીત પાછળનું કારણ 8 દેશોમાં ભારતના સૌથી મજબૂત હોવાનું છે. એશિયા કપમાં જે આઠ દેશો છે તે ક્રિકેટની બાબતમાં ભારત કરતાં ઘણા નબળા છે જોકે ભારતને શ્રીલંકા અને પાકિસ્તાન તરફથી મોટી ટક્કર મળી છે એટલે ભારત માટે આ બે દેશ જ ખતરો છે બાકીના દેશોને ભારત સરળતાથી કચડી શકે છે.

ભારતે કેટલી વાર જીત્યો એશિયા કપ

ઉલ્લેખનીય છે કે ભારત અત્યાર સુધી 8 વાર એશિયા કપ જીત્યો છે જેમાં 7 વાર વનડે ફોર્મેટમાં અને 2016માં ટી 20 ફોર્મેટમાં સામેલ છે.

ટીમ ઈન્ડિયામાં કોણ કોણ?

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંઘ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જીતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ જસપ્રિય અને બી. રિઝર્વ ખેલાડીઓ - પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ.

વધુ વાંચો : VIDEO : હોટલમાં ASI બાર ડાન્સરને બાથ ભરીને સુતા, અશ્લીલ વીડિયો વાયરલ થતાં હડકંપ

ભારત પોતાની પહેલી મેચ ક્યારે અને કોની સામે રમશે?

ભારત 10 સપ્ટેમ્બરથી UAE સામે ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે જેમાં ભારતની જીતની સંભાવના 96 ટકા તો યુએઈની જીતની સંભાવના ફક્ત 4 ટકા છે. ત્યાર બાદ ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ પછી, 19 સપ્ટેમ્બરે ઓમાન સામે મેચ છે. લીગ રાઉન્ડ પછી, સુપર-ફોરનો વારો આવશે. લીગ રાઉન્ડમાં પાકિસ્તાન સામે રમ્યા બાદ, ભારત સુપર-ફોરમાં પણ તેના પડોશીઓ સામે ટકરાશે. જો બધું બરાબર રહ્યું, તો બંને ટીમો ત્રીજી વખત ફાઇનલમાં ટકરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

asia cup 2025 asia cup
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ