બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 final kuldeep yadav break anil kumble record fastest indian spinner to take 150 odi wickets

સ્પોર્ટ્સ / ટીમ ઇન્ડિયાના ખેલાડીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, બન્યો ODIમાં આવો કમાલ કરનાર ચોથો સ્પિનર

Arohi

Last Updated: 04:29 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kuldeep Yadav Break Anil Kumble Record: સારવાર બાદ વાપસી કરનાર કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થયા છે. સીરિઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું.

  • આ ખેલાડીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ
  • ODIમાં આમ કરનાર ચોથો સ્પિનર
  • આખી સીરિઝમાં શાનદાર પ્રદર્શન 

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શ્રીલંકાના સામે 4 વિકેટ લઈને લેજન્ડ અનિલ કુંબલેને પાછળ છોડી દિધા છે. કુલદીપ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેનાર બોલર બન્યા. ત્યાં જ દુનિયાના ચોથા સ્પિનર બન્યા. 

સારવાર બાદ વાપસી કરનાર કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થયા છે. સીરિઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. હવે એશિયા કપમાં ગદર મચાવી રહ્યા છે. પાકિસ્તાન વિરૂદ્ધ કુલદીપે પાંચ વિકેટ લીધી. ત્યાં જ શ્રીલંકા વિરૂદ્ધ 4 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં કુલ 9 વિકેટ લઈ ચુક્યા છે. 

અનિલ કુંબલેનો રેકોર્ડ પણ તોડ્યો 
શ્રીલંકાની સામે પોતાના દમદાર પ્રદર્શનથી કુલદીપ યાદવે મહાન સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે. હકીકતે કુલદીપે વનડે કરિયરમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

કુલદીપ યાદવ ફક્ત 88 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં 150 વિકિટે લેનાર સૌથી ફાસ્ટ ભારતયી સ્પિનર બની ગયા. તેમણે મહાન અનિલ કુંબલેને પાછળ છોડી દીધા જેમણે 106 મેચમાં 150 વિકેટ લીધી હતી. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાત કરીએ તો કુલદીપ હાલ માઈલ સ્ટોન સુધી પહોંચનાર ચોથા સૌથી ફાસ્ટ સ્પિનર છે. તે ફર્ત સકલેન મુશ્તાક, રાશિદ ખાન અને અજંતા મેંડિસથી પાછળ છે. કુલદીપના દમદાર પ્રદર્શનથી ભારતે 10મી વખત ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ