બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ashwin creates history 1000 runs and 100 wickets against england in test

IND vs ENG / રવિચંદ્રન અશ્વિનનો ગજબ રેકૉર્ડ! એવું કરી બતાવ્યું જે આજ સુધી કોઈ નથી કરી શક્યું

Manisha Jogi

Last Updated: 02:50 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિને રાંચીમાં રમાઈ રહેલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પહેલી વિકેટ લેતા એક રેકોર્ડ બનાવી લીધો છે. ટેસ્ટ મેચમાં 1,000થી વધુ રન કર્યા છે અને જોની બેરસ્ટોની વિકેટ લઈને 100 વિકેટ પૂરી કરી લીધી છે.

ભારતીય ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિને રાંચીમાં રમાઈ રહેલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પહેલી વિકેટ લેતા એક રેકોર્ડ બનાવી લીધો છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 1,000 રન અને 100 વિકેટ લેનાર પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 1,000થી વધુ રન કર્યા છે અને જોની બેરસ્ટોની વિકેટ લઈને 100 વિકેટ પૂરી કરી લીધી છે. 

રવિચંદ્રન અશ્વિન પહેલા ભારતીય ખેલાડી
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 1,000 રન અને 100 વિકેટ લેનાર પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે. અશ્વિને 23 મેચમાં આ સિદ્ધી મેળવી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ઈયાન બોથમે ઈંગ્લેન્ડ સામેની કુલ 22 ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડના લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિન વિશ્વના 7માં ખેલાડી બની ગયા છે. અશ્વિને થોડા સમય પહેલા જ 500 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને આ ઉપલબ્ઘિ મેળવનાર બીજા નંબરના ખેલાડી બની ગયા હતા.  

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 1,000 રન અને 100 વિકેટ લેનાર ખેલાડીઓ
જ્યોર્જ ગિફેન vs ENG
મોની નોબલ vs ENG
વિલ્ફ્રેડ રોડ્સ vs AUS
ગારફિલ્ડ સોબર્સ vs ENG
ઇયાન બોથમ vs AUS
સ્ટુઅર્ટ બ્રોડ vs AUS
આર અશ્વિન vs ENG

વધુ વાંચો: IPL 2024: રિષભ પંતની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સૌથી મોટા સમાચાર! વીડિયો થયો વાયરલ

જોની બેરસ્ટોની વિકેટ
જોની બેરસ્ટો 38 બોલમાં માત્ર 38 રન જ કરી શક્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો શામેલ છે. રવિચંદ્રન અશ્વિને જોની બેરસ્ટોને સ્ટમ્પ આઉટ કર્યા હતા. ફિલ્ડ અમ્પાયરે જોની બેરસ્ટોને નોટઆઉટ ગણાવ્યા હતા, પણ રોહિત શર્માએ DRSનો ઉપયોગ કર્યો હતો. જેમાં જોની બેરસ્ટો સ્ટમ્પ સામે પકડાઈ ગયો હતો. જોની બેરસ્ટોની પ્લેઈંગ-11માંથી બહાર કરવાની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેંડન મેકુલમે બેરસ્ટોને સપોર્ટ કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ