બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 rishabh pant to captain delhi capitals co owner parth jindal cricket news
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની હવે ક્રિકેટ મેદાન પર વાપસી થવા જઈ રહી છે. IPL 2024માં ઋષભ પંત એક વખત ફરીથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કરતા જોવા મળી શકે છે. હકીકતે ઋષભ પંત કાર એક્સીડેન્ટ બાદથી ક્રિકેટ મેદાનથી દૂર હતા. પંતે એક વર્ષથી વધારે સમય સુધી ક્રિકેટ નથી રમ્યુ પરંતુ હવે પંત પહેલા કરતા વધારે ફિટ છે.
ADVERTISEMENT
Progressing ⚡️💪#RP17 pic.twitter.com/Um1GOBb4VV
— Rishabh Pant (@RishabhPant17) February 20, 2024
ADVERTISEMENT
ઋષભ પંત IPL 2024ને લઈને ખૂબ તૈયારી કરી રહ્યા છે નેટ્સ પર પંત બેટિંગથી લઈને વિકેટકિપિંગ સુધીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પંતના પ્રેક્ટિસ કરતા વીડિયો વાયરલ થતા રહે છે. હવે દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે ફેંસને એક મોટી ખુશખબરી આપી છે.
ઋષભ પંત હશે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન
ઈજાના કારણે ઋષભ પંત IPL 2023માં ભાગ ન હતા લઈ શક્યા. જેના બાદ દિલ્હી કેપિટલ્સની કમાન ડેવિડ વોર્નરના હાથમાં હતી. પરંતુ હવે એક વખત ફરીથી ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કરતા જોવા મળશે.
ADVERTISEMENT
RISHABH PANT WILL RETURN ON MARCH 23rd....!!!!
— Johns. (@CricCrazyJohns) February 22, 2024
- Waiting for his memorable return to the cricket field. pic.twitter.com/3lWXlt0JBj
ADVERTISEMENT
દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક પાર્થ જિંદલે જણાવ્યું કે ઋષભ પંત IPL 2024 માટે ફિટ થઈ જશે અને પહલી મેચથી દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. તેની ઈજાના કારણે તે પહેલી સાત મેચોમાં સંપૂર્ણ રીતે બેટિંગ પર જ ધ્યાન આપશે. બાકી સીઝન માટે તેમની વિકેટકીપિંગ પર નિર્ણય બાદમાં લેવામાં આવશે.
વધુ વાંચો: હાર્દિક બાદ ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, આ વર્ષે IPL નહીં રમે મોહમ્મદ શમી
ADVERTISEMENT
Captain Rishabh Pant will return in action on 23rd March.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2024
- Everyone is waiting for the Spidey comeback! pic.twitter.com/rexQhWqgeR
ADVERTISEMENT
ઋષભ પંતની વાપસીથી દિલ્હી કેપિટલ્સ અને તેમના ફેંસનો ઉત્સાહ ખૂબ વધી ગયો છે. છેલ્લા ઘણા સમયથી ઋષભ પંતની મેદાન પર વાપસીની ફેંસ રાહ જોઈ રહ્યા હતા. હવે એક વખત ફરી ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ IPL 2024 રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.