બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / સ્પોર્ટસ / Cricket / ashok didna and manoj tiwari enters in politics

ચૂંટણી / હવે રાજનીતિની પીચ પર રમશે આ ખેલાડીઓ, કોઇ જોડાયું ભાજપમાં તો કોઇ TMCમાં

Nikul

Last Updated: 08:50 PM, 24 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાએ રાજનીતિની પીચ પર ધમાલ મચાવવાની તૈયારી કરી લીધી છે. વિધાનસભા ચૂંટણી પહેલા તે બીજેપીમાં સામેલ થઈ ગયો છે.

  • પશ્ચિમ બંગાળનાં ક્રિકેટર મનોજ તિવારીએ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો હાથ પકડ્યો
  • અશોક ડિંડાએ બીજેપીમાં જોડાવાની જાહેરાત કરી
  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

અશોક ડિંડા બીજેપીમાં જોડાયો

ભારતનાં બે ક્રિકેટરોએ આજે પશ્ચિમ બંગાળમાં રાજનીતિક કરિયરનો આગાઝ કરી દીધો છે. બપોરે બેટ્સમેન મનોજ તિવારીએ તૃણમુલ કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો તો સાંજ પડતા પૂર્વ ફાસ્ટ બોલર અશોક ડિંડા બીજેપીમાં સામેલ થયો. બોલર અશોકે કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીનાં ઉપાધ્યક્ષ અર્જુન સિંહની ઉપસ્થિતિમાં બીજેપીની સભ્યતા લીધી.ડિંડાએ આ મહિને જ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેણે બીસીસીઆઈને મેલ મોકલીને તેનાં ક્રિકેટ કરિયરને અલવિદા કરી દીધું હતું. ડિંડાએ ભારત તરફથી 13 વનડે અને 9 ટી-20 મેચ રમી હતી. વનડેમાં ડિંડાનાં નામે 12 અને ટી-20માં 17 વિકેટ છે.

 

મનોજ તિવારી ટીએમસીમાં જોડાયો

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં અન્ય એક ભારતીય ખેલાડી મનોજ તિવારીએ પણ એન્ટ્રી લઈ લીધી છે. મનોજ તિવારી તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયો છે. તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ બુધવારે હુગલીનાં ડનલપ ગ્રાઉન્ડમાં રેલી કરી અને તે રેલીમાં મનોજ તિવારીને તેમણે પાર્ટીમાં સમાવેશ કર્યો. મનોજ તિવારીએ પાર્ટીમાં પ્રવેશ કરતાની સાથે નિવેદન આપ્યું હતું કે, બીજેપી આપણને સાંપ્રદાયિકતાનાં આધાર પર વિભાજિત કરે છે અને મમતા બેનર્જી સેક્યુલરની રાહે આગળ વધે છે.

સયાની ઘોષ સાથે અન્ય કલાકારો પણ ટીએમસીમાં જોડાયા

હુગલીનાં મંચ પર મનોજ તિવારીની સાથે અમુક એક્ટ્રેસ, એક્ટર અને પ્રોડ્યુસર પણ મમતા બેનર્જીની પાર્ટીનો ઝંડો લઈને જોવા મળ્યા. એક્ટ્રેસ સયાની ઘોષ, જૂન માલિયા, પ્રોડ્યુસર રાજ ચક્રવર્તી અને એક્ટર કંચન મલિકે પણ મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીનો ઝંડો ઉઠાવ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Actors BJP TMC cricketer politics ક્રિકેટર ટીએમસી પોલિટીક્સ બીજેપી sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ