બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / As soon as the G20 summit was over, the President of Brazil made a big announcement about Putin, see what he said

G20 Summit / G20 સમિટ પૂર્ણ થતા જ પુતિનને લઇ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કર્યું મોટું એલાન, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 10:10 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન ધરપકડના ડરથી G20 સમિટમાં ભાગ લેવા નહતા આવ્યા, એવામાં આવતા વર્ષે તેઓ G21 માટે બ્રાઝિલ પહોંચે એ માટે રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ એક નિવેદન બહાર પાડ્યું છે

  • નરેન્દ્ર મોદીએ G20 સમિટની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી દીધી
  • રશિયા અને ચીનના રાષ્ટ્રપતિની G20 સમિટમાં ગેરહાજરી 
  • પુતિન સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે 

G20 Summit : ભારતમાં G20 સમિટ  સફળતાપૂર્વક યોજાઈ હતી.  9મી સપ્ટેમ્બરના રોજ ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને સમિટના બીજા દિવસે 10 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીએ સત્તાવાર રીતે બ્રાઝિલને અધ્યક્ષતા સોંપી દીધી હતી. હવે આગામી G21 સમિટ બ્રાઝિલમાં યોજાશે. 

મહત્વનું છે કે G21 એટલા માટે કહી રહ્યા છીએ કે આ વર્ષે આફ્રિકન યુનિયન પણ આ સમિટમાં સામેલ થયું છે. એટલે કે સમિટમાં કુલ સભ્યોની સંખ્યા એકવીસ થઈ ગઈ છે!

રશિયા અને ચીનના રાષ્ટ્રપતિની G20 સમિટમાં ગેરહાજરી 
G20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓની ગેરહાજરી પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જિનપિંગની ગેરહાજરીનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ યુક્રેન યુદ્ધ પછી પુતિન ક્યાંય જઈ રહ્યા નથી. થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પુતિન ત્યાં પણ પહોંચ્યા ન હતા.

પુતિન સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું
ટીકાકારો કહે છે કે પુતિન ધરપકડથી ડરે છે. વાત એમ છે કે ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન માટે યુક્રેનમાં યુદ્ધ અપરાધોને કારણે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તે કોઈપણ વિદેશ પ્રવાસ પર જશે તો ત્યાં તેની ધરપકડ કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં વિપક્ષના લોકો પણ આ મુદ્દે અડગ હતા. 

તો સવાલ એ ઊભો થાય છે કે હવે પુતિન આવા કોઈ વિદેશ પ્રવાસ નહીં કરે. શું તેનો અર્થ એ છે કે આવતા વર્ષે યોજાનારી G21 સમિટમાં પણ પુતિન ભાગ નહીં લે?

પુતિન બ્રાઝિલ આવશે તો તેની ધરપકડ નહીં કરવામાં આવે 
કદાચ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને પણ આવી જ આશંકા હતી. એટલા માટે તેમણે કહ્યું કે 'જો પુતિન આવતા વર્ષે બ્રાઝિલમાં યોજાનારી G21 સમિટમાં ભાગ લેવા આવશે તો ત્યાં તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. એમને કહ્યું કે 'હું માનું છું કે પુતિન સહેલાઈથી બ્રાઝિલ જઈ શકે છે, જો હું બ્રાઝિલનો રાષ્ટ્રપતિ છું અને તે બ્રાઝિલ આવશે, તો તેની કોઈપણ રીતે ધરપકડ કરવામાં આવશે નહીં.'

BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જશે રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા
લુલાએ એમ પણ કહ્યું કે આવતા વર્ષના સમિટ પહેલા તેઓ પોતે રશિયામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જશે. રશિયા ICC દ્વારા પુતિન પર લગાવવામાં આવેલા યુદ્ધ અપરાધોના આરોપોને નકારી રહ્યું છે. ICCએ તેની સામે જે ધરપકડ વોરંટ બહાર પાડ્યું હતું તેનો પણ રશિયા વિરોધ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ