બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Arvind Kejriwal's prediction said that Congress will get less than 5 seats in Gujarat elections this time

ઈલેક્શન 2022 / કેજરીવાલે LIVE કાર્યક્રમમાં કોંગ્રેસ માટે કરી ભવિષ્યવાણી, લેખિતમાં કહ્યું- બસ આટલી સીટોમાં સમેટાઇ જશે

Dinesh Chaudhary

Last Updated: 04:44 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી; "આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની 5થી ઓછી બેઠકો આવશે"

  • કેજરીવાલે LIVE કાર્યક્રમમાં કોંગ્રેસ માટે કરી ભવિષ્યવાણી
  • "ગુજરાતમાં કોંગ્રેસની 5થી ઓછી બેઠકો આવશે"
  • "ગુજરાતમાં 'આપ'ની સરકાર બનાવવા જઈ રહી છે"


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીઓના વચનો અને જીતના દાવાઓનો ફરી વાર શરૂ થઈ ગયા છે. હવે રાજકારણમાં નવો રસ્તો આવ્યો છે.  ચૂંટણી પહેલા બધા પક્ષો પોતાની જીતના દાવા કરતા હોય છે પરંતુ તે દાવોઓ કેટલા સાચા હોય તે પરિણામ બાદ જ ખબર પડતી હોય છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર લાઈવ કાર્યક્રમમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવી લેખિતમાં ભવિષ્યવાણી કરી રહ્યાં છે. તેઓ મીડિયા શૉમાં તેઓ જીતની ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે. પંજાબની ચૂંટણી બાદ હવે તેમણે ટીવીના લાઈવ કાર્યક્રમમાં પણ ગુજરાતની ચૂંટણી માટે લેખિતમાં ભવિષ્યવાણી કરી છે. કેજરીવાલે જીતની ભવિષ્ણવાણી તો કરી છે સાથો સાથ વિપક્ષને આડે પણ લીધા અને કોંગ્રેસ પર પ્રહાર કરતા ક્હ્યું આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની 5થી ઓછી બેઠકો આવશે.

અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પુરી તાકાતથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે મેદાનમાં આમ આદમી પાર્ટી પણ છે. ભાજપને હરાવીને ગુજરાતમાં સરકાર બનાવવાનો આમ આદમી પાર્ટી દાવો પણ કરી રહી છે. આ વખતે આપ સરકાર બનાવશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. કેજરીવાલ કહે છે કે ગુજરાતની જનતાને માત્ર આમ આદમી પાર્ટી પાસે જ આશા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં છેલ્લા ઘણા સર્વેમાં ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર સતત ઘટી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે.

'આપ'ની નજર કોંગ્રેસની વોટબેંક પર 
રાજકીય નિષ્ણાતોનું માનવા પ્રમાણે કેજરીવાલ જે રીતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહી છે, તેની પાછળ તેમનો મોટો રાજકીય ઈરાદો છે. કેજરીવાલની નજર કોંગ્રેસની વોટબેંક તેમજ તેમના અસંતુષ્ટ નેતાઓ પર છે. કેજરીવાલે જે રીતે કોંગ્રેસ વિશે ભવિષ્યવાણી કરી છે, તેણે કોંગ્રેસના કાર્યકરોને એવો સંદેશ આપ્યો છે કે હવે રાજ્યમાં કોંગ્રેસનું મેદાન સંપૂર્ણપણે સરકી ગયું છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. દિલ્હીથી પંજાબ સુધી સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની વોટબેંકમાં કબજો મેળવી રહી છે. આજ રીતે ગુજરાતમાં પણ આ જ ફોર્મ્યુલાનું અપનાવવા માગે છે. આ સિવાય પાર્ટી ઓબીસી, આદિવાસી અને પાટીદાર વોટબેંક જાળવવા પણ માગે છે. આપ કોંગ્રેસની વોટબેંકને સંદેશ આપવા માંગે છે કે જો કોઈ ભાજપને ટક્કર આપી શકે છે તો તે આમ આદમી પાર્ટી છે.

બે તબક્કામાં મતદાન થશે; પ્રથમ 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો 
જો આપણે ગુજરાતના રાજકારણમા નજર કરી અને તેમાંય ધર્મ પ્રમાણે સમીકરણ પર નજર  કરીએ તો તેમાં હિંદુ 88.57%, મુસ્લિમ 9.67%, ખ્રિસ્તીઓ 0.52%, શીખ 0.10% અને જૈન 0.96% છે. ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી હતી. અન્ય પક્ષોએ 6 બેઠકો જીતી હતી. રાજ્યમાં આ વખતે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal Election Gujarat Elections Gujarat election 2022 aap congress ભવિષ્યવાણી Gujarat Elections 2022
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ