બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / arun govil aka ram of ramayan says no government has given any respect tweet viral

VIRAL / રામાયણમાં 'રામ'નું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલે વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ, કહ્યું કે...

Published By: Krupa

Last Updated: 09:27 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યું છે. એમના ટ્વિટ પર રિએક્શનનો જાણે પૂર આવી ગયું છે.

કોરોનાવા.રસ લૉકડાઉન દરમિયાન ટેલિવિઝન પર ફરીથી રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. દર્શકોને આ પૌરાણિક ધારાવાહિક ખૂબ પસંદ આવી રહી છે. ટીઆરપી લિસ્ટમાં આ ધારાવાહિક તમામ ટીવી શો ને પાછળ છોડીને નંબર વન બની છે. આ ધારાવાહિકમાં ભગવાનમાં રામનું પાત્ર નિભાવનાર એક્ટર અરુણ ગોવિલ પણ સતત ચર્ચામાં છે. રામાયણના દરેક એપિસોડ બાદ અરુણ ગોવિલ સોશિયલ મીડિયા પર ફેન્સથી જોડાય છે. એમને તાજેતરમાં એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ ધ્યાન ખેંચી રહ્યું છે. આ ટ્વિટમાં અરુણ ગોવિલ કેન્દ્ર અને રાજ્ય સરકારોથી ખાસ નારાજ જોવા મળી રહ્યા છે. 

અરુણ ગોવિલે પોતાના ટ્વિટમાં લખ્યું, 'કોઇ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય મને આજ સુધી કોઇ સરકારે સમ્માન આપ્યું નથી. હું 50 વર્ષથી મુંબઇમાં છું, પરંતુ મહારાષ્ટ્રની સરકારે પણ કોઇ સમ્માન આપ્યું નથી.' રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનાર અભિનેતા અરુણ ગોવિલે આ પ્રકારનું દુખ વ્યક્ત કર્યું છે. એમના આ ટ્વિટ પર લોકોનું ખૂબ જ રિએક્શન આવી રહ્યું છે. 

અરુણ ગોવિલે થોડાક દિવસો પહેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ''મે મારા કરિયરની શરૂઆત હિંદી ફિલ્મમાં હીરો તરીકે કરી હતી અને રામાયણ બાદ જ્યારે હું બોલીવુડમાં પાછા જવા માંગતો હતો, તો નિર્માતા કહેતા હતા, 'તમારી રામની છાપ ખૂબ જ મજબૂત છે. અમે તમને બીજા કોઇ કિરદારમાં કાસ્ટ કરી શકીશું નહીં અથવા સહાયક ભૂમિકા આપી શકીશું નહીં.'

જણાવી દઇએ કે રામાયણ થી રામાનંદ સાગરે એવો કરિશ્મા કાયમ કર્યો હતો, જેની ચર્ચા આજે પણ થાય છે. આ સીરિયલ આવ્યા બાદ લોકો ટીવીની સામે બેસી જતા હતા અને રસ્તા અને ગલીઓ સૂમસામ થઇ જતી હતી. ઘણા લોકો શ્રદ્ધાના કારણે હાથ જોડીને શો જોતા હતા. લોકો સીરિયલમાં કામ કરનાર કલાકાર અરુણ ગોવિલ, દીપિકાને ભગવાનની જેમ પૂજતા હતા. આ ધારાવાહિકમાં દારા સિંહ હનુમાનની ભૂમિકામાં હતા. મજાની વાત તો એ છે કે આ સીરિયલમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહેલા કલાકારોને લોકોએ અસલી ભગવાનનો દરજ્જો આપી દીધો હતો. આ સીરિયલમાં લક્ષ્મણનું કિરદાર સુનીલ લહેરીએ નિભાવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Ramayan arun govil અરુણ ગોવિલ ટ્વિટ રામાયણ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ