બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Arshdeep Singh became the biggest villain of Punjab Kings a shameful record in the name of the bowler

IPL 2023 / મુંબઈ સામે પંજાબની હારનો સૌથી મોટો વિલન બન્યો અર્શદીપ સિંહ, બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

Megha

Last Updated: 01:26 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સની હાર પાછળ અર્શદીપ સિંહની નબળી બોલિંગનો સૌથી મોટો ફાળો હતો. તેને આ મેચમાં 3.5 ઓવરમાં 66 રન આપ્યા હતા.

  • અર્શદીપ સિંહના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો
  • અર્શદીપ સિંહ આ મેચમાં સૌથી મોટો વિલન સાબિત થયો
  • IPL ઇતિહાસમાં પાંચ સૌથી મોંઘા સ્પેલ

IPL 2023 ની 46મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમને મુંબઈ ઈન્ડિયન્સના હાથે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ એક આ હાઈ-સ્કોરિંગ મેચમાં બંને ટીમના બેટ્સમેનોએ ઘણો સ્કોર કર્યો હતો. બુધવારે રમાયેલી આ મેચમાં જાણે બોલરો કમાલ બતાવી શક્યા નહતા. સાથે જ આ દરમિયાન પંજાબના બોલર અર્શદીપ સિંહના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો હતો. જણાવી દઈએ કે છેલ્લી વખત જ્યારે મુંબઈ અને પંજાબ સામસામે હતા ત્યારે અર્શદીપ સિંહ પંજાબ માટે હીરો બનીને ઉભરી આવ્યો હતો પણ આ મેચમાં તે સૌથી મોટો વિલન સાબિત થયો હતો.

અર્શદીપ સિંહના નામે શરમજનક રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સની હાર પાછળ અર્શદીપ સિંહની નબળી બોલિંગનો સૌથી મોટો ફાળો હતો. તેને આ મેચમાં 3.5 ઓવરમાં 66 રન આપ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં તે ત્રીજો સૌથી મોંઘો બોલર બન્યો હતો. અર્શદીપ સિંહે આ સમયગાળા દરમિયાન ઈશાંત શર્મા અને મુજીબુર રહેમાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અગાઉ આ યાદીમાં ઈશાંત શર્મા ત્રીજા સ્થાને હતો. તેણે 013માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 4 ઓવરમાં 66 રન આપ્યા હતા . હવે અર્શદીપ સિંહ માટે આ એક શરમજનક રેકોર્ડ છે.

IPL ઇતિહાસમાં પાંચ સૌથી મોંઘા સ્પેલ
બેસિલ થમ્પી - 0/70 (4 ઓવર)
યશ દયાલ - 0/69 (4 ઓવર)
અર્શદીપ સિંહ - 1/66 (3.5 ઓવર)
મુજીબુર રહેમાન - 1/66 (4 ઓવર)
ઈશાંત શર્મા - 0/66 (4 ઓવર)

કેવી રહી MI vs PBKS મેચ
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન લિયામ લિવિંગસ્ટોન અને જીતેશ શર્માએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. મુંબઈ સામે 215 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. બીજા દાવમાં મુંબઈએ 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ