બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Are you bad mood? So you will get 10 days leave this company has made new policy

OMG / તમારો મૂડ ખરાબ છે? તો મળશે 10 દિવસની રજા, આ કંપનીએ બનાવી નવી પોલિસી

Ajit Jadeja

Last Updated: 08:18 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેંગ ડોંગ લાઈ નામની કંપનીમાં 'સૈડ પોલિસી' કર્મચારીઓને રાહત આપવા જઈ રહી છે.

China 'Sad Leave' Policy : 2021ના સર્વે અનુસાર 65 ટકાથી વધુ કર્મચારીઓ કામના સ્થળે થાકેલા અને નાખુશ અનુભવે છે. આવી સ્થિતિમાં પેંગ ડોંગ લાઈ નામની કંપનીમાં 'સૈડ પોલિસી' કર્મચારીઓને રાહત આપવા જઈ રહી છે.
નોકરી જીવનની જરૂરીયાત બની ગઇ છે.નોકરી કરતા લોકો સાથે હંમેશા એ સમસ્યા રહે છે કે હજુ પણ ઓફિસમાં પહોંચીને ફોકસ સાથે કામ કરવાનું છે. જેને કારણે તણાવમાં રહે છે. તમે ઓફિસમાં કર્મચારી તરીકે કામ કરો છો તો તમારી સાથે ક્યારેક એવું બન્યું જ હશે કે તમે કોઈ વાતને લઈને ખરાબ મૂડમાં આવી જાવ અને ઓફિસ જવાનું મન ન થાય. પરંતુ જરૂરી નથી કે તમે આ કરી શકો. પરંતુ એક એવી કંપની પણ છે જેમાં મૂડ ખરાબ થવા પર 10 દિવસની રજા લઈ શકાય છે. નવાઈ પામશો નહીં એ વાત સાચી છે કે ચીનની કંપની પેંગ ડોંગ લાઈ એ સૈડ લીવ પોલિસી શરૂ કરી છે. ચાલો જાણીએ આ પોલિસીમાં શું ખાસ છે? 

સુપરમાર્કેટ ચેઇનના સ્થાપકની જાહેરાત

ચીનમાં રિટેલ ઉદ્યોગપતિ યુ ડોંગલાઈએ તેમના કર્મચારીઓને કાર્ય-જીવનમાં બહેતર સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે 'સૈડ લીવ' શરૂ કરી છે. આ વાતની જાહેરાત કરતા તેમણે કહ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તે દુઃખી હોય છે અને આ માનવ સ્વભાવ છે. આવી સ્થિતિમાં જો અમારી કંપનીના કર્મચારીનો મૂડ ખરાબ હોય, તો 10 દિવસની રજાની જોગવાઈ કરવામાં આવી છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આ રજા લેવાની તેમને સંપૂર્ણ સ્વતંત્રતા હશે.

આ કંપનીમાં 10 દિવસની 'સૈડ લીવ'

Pand Dong Lai ચીન સુપરમાર્કેટ ચેઈન છે અને તેના સ્થાપક યુ ડોંગલાઈ છે. પોતાના કર્મચારીઓને મોટી રાહત આપતા તેમણે એક નવી પોલિસી શરૂ કરી છે જેને સેડ લીવ નામ આપવામાં આવ્યું છે. 10 દિવસની રજા લેવાની સુવિધા છે, પરંતુ તેના માટે તમારો મૂડ ખરાબ હોવો જોઈએ. આમાં ખાસ વાત એ છે કે તમારે રજા લેવા માટે તમારા મેનેજરની પરવાનગી લેવાની પણ જરૂર નથી. આનો અર્થ એ છે કે ખરાબ મૂડમાં 10 દિવસ ઓફિસ આવવાની પરેશાની કરવાની જરૂર નથી.

સોશિયલ મીડિયા પર આ રીતે થાય છે પ્રશંસા

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર યુ ડોંગલાઈએ કહ્યું, 'હું ઈચ્છું છું કે મારા સ્ટાફ મેમ્બરને સ્વતંત્રતા મળે. તેથી જ ઉદાસી રજા શરૂ કરી છે. અને જો તમે ખુશ ન હોવ તો કામ પર આવો નહીં. પેંગ ડોંગ લાઈ કંપનીની આ નવી શરૂઆત સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. ચીનની માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ Weibo આ પોલિસી વિશે પોસ્ટ કરી રહી છે. એક યુઝરે લખ્યું કે, 'આવા સારા બોસ અને આ કંપનીના વર્ક કલ્ચરનો દેશભરમાં પ્રચાર થવો જોઈએ.' અન્ય એક યુઝરે લખ્યું, 'હું પેંગ ડોંગ લાઈ પર સ્વિચ કરવા માંગુ છું, મને લાગે છે કે મને ત્યાં ખુશી અને સન્માન મળશે.'

આ પણ વાંચોઃ મોબાઈલ પાસવર્ડ બનાવતી વખતે ના કરશો આ ભૂલ, નહીં તો ગમે તે વ્યક્તિ ચોરી લેશે ડેટા

ચીનમાં મોટાભાગના કર્મચારીઓ નાખુશ છે!

પેંગ ડોંગ લાઈ કંપનીમાં યુ ડોંગલાઈ દ્વારા નિર્ધારિત રોજગાર નીતિઓએ નિર્ધારિત કરે છે કે કર્મચારીઓ દિવસમાં માત્ર 7 કલાક કામ કરે છે અને આ કંપનીમાં 5 દિવસ કામ કરવાનો નિયમ છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને એક વર્ષમાં લગભગ 40 રજાઓ લેવાનો અધિકાર છે. રિપોર્ટ અનુસાર, ચીનમાં કાર્યસ્થળની ચિંતા પર 2021ના સર્વેક્ષણ અનુસાર, 65 ટકાથી વધુ કર્મચારીઓ કામના સ્થળે થાક અને નાખુશ અનુભવે છે. ઓછુ પગાર ધોરણ અને ઓવરટાઇમ કલ્ચર કર્મચારીઓમાં નકારાત્મકાનું મુખ્ય કારણ છે. તમારા ઓફિસના કામને અસર ન કરે. આવી સ્થિતિમાં ચીનની એક કંપનીના માલિકના નિર્ણયને સોશિયલ મીડિયામાં લોકો ખુબ વખાણી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ