બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / April Fool's Day gujarat : elon musk to set up new space station near ahmedabad riverfront
ADVERTISEMENT
Elon Musk New Plan:અમદાવાદના રિવરફ્રન્ટ પર અમેરિકાની સ્પેસ એક્સ કંપનીએ નવું સ્પેસ સ્ટેશન બનાવવાનું એલાન કર્યું છે. સ્પેસએક્સ કંપની ઘણા સમયથી લોકોને સ્પેસ ટુરિઝમ કરાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, નાસા સિવાય કોઈ ખાનગી કંપની દ્વારા મોટા પાયે આવું પહેલીવાર કરવામાં આવી રહ્યું છે. એવામાં અમેરિકાની બહાર પહેલું સ્પેસ સ્ટેશન અમદાવાદમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અમેરિકાના એલોનભાઈએ હાલમાં જ ટ્વિટર ખરીદ્યું છે, નાના બાળકને જાણે નવું રમકડું મળી ગયું એમ આખો દિવસ બેઠા બેઠા બસ ટ્વિટર જ મચેડ્યાં કરે છે, ત્યાં તેમની નજર ગુજરાતીઓના ટ્વિટ પર પડી, થોડું વધારે જાણ્યું તો એ તો ગુજરાતનાં ફેન બની ગયા. બસ પછી શું હતું, તાત્કાલિક ધોરણે નિર્ણય કર્યો કે આપણે હવે ગુજરાતમાંથી રોકેટ લૉન્ચ કરીશું અને લોકોને સ્પેસની સફર કરાવીશું. એવામાં લૂંટ શકો તો લૂંટ લો જેવી જોરદાર ઑફર મળી ગઈ છે, આપણે બસ હવે થેલા તૈયાર કરી બેસી જ જવું છે.
ADVERTISEMENT
શું કહ્યું Elon Musk એ?
VTV Gujarati સાથે Exclusive વાતચીતમાં એલોન ભાઈએ કહ્યું કે, 'ભઈલા, મારે તો વિચાર કેટલાય દિવસથી હતો કે કંઈક નવું કરવું છે. આ તો મને જાણવા મળ્યું કે ફરવાના શોખીન ગુજરાતીઓએ લગભગ આખી દુનિયા જોઈ લીધી છે, કોઈ પણ દેશમાં જુઓ ત્યાં ગુજરાતીઓ તો હોય જ છે. અને યુવાનો તો આબુ, દીવ, ગોવા, કાશ્મીર અને મનાલી જઈ જઈને કંટાળ્યા. એટલે સ્પેશ્યલ ગુજરાતીઓને જ સ્પેસની સફર કરાવવા માટે હું અમદાવાદ આવી રહ્યો છું, અને કાઠિયાવાડી ભોજન કરાવજો હોં પાછા!'
સ્પેસ સ્ટેશન અમદાવાદમાં જ કેમ?
એલોનભાઈએ જ્યારે સેટેલાઈટથી અમદાવાદનું સિંધુ ભવન (Ahmedabad Sindhu Bhavan) અને SG હાઇવે જોયું તો ચોંકી ગયા, કે અહિયાં તો રોકેટની ક્યાં વાત કરો બાઇક અને કારવાળા જ જાણે હવામાં ઊડી રહ્યા છે. ડેરિંગ છે જોરદાર, જીવની પરવાહ કર્યા વિના ઊડાઊડ કરે, કોઈ રેડ સિગ્નલની તાકાત છે કે તેમને રોકી શકે? અને એમાંય રસ્તા પર પોલીસરૂપી કોઈ 'ગ્રહ કે ઉલ્કાપિંડ' આવે તો એમને કઈ રીતે વટાવી દેવા એ કળા પણ જોરદાર છે એટલે ખાસ આ લોકોની કળા જોઈને અમદાવાદની પસંદગી કરવામાં આવી.
ADVERTISEMENT
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જ આખું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે, એલિસબ્રિજની બાજુમાંથી જ રોકેટ સીધું ઉડશે. એલોનભાઈ પતંગ હોટલના ધાબે ચઢીને આખો નજારો જોશે, કે કોઈ રોકેટમાં બહાર લટકીને તો નથી જતું ને!

ADVERTISEMENT
યાત્રા કરવા માટેની શરત શું?
ADVERTISEMENT
હોળીના સમયના કોઈ લાકડા બચ્યા હોય તો લેતા આવજો, રોકેટની પૂંછડિયે આગ લગાવવા માટે. એલોનભાઈ અત્યારે અમેરિકાથી સમગ્ર પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે અને આગામી સમયમાં એકાદ આંટો મારવા ગુજરાત આવશે. સૌરાષ્ટ્રના કાઠિયાવાડી ભોજનથી લઈને સુરતનો લોચો પણ ચાખશે, જેઠાલાલ સ્પેશ્યલ ફાફડા-જલેબીની જયાફત પણ તેઓ ઉડાવવા માટે તલપાપડ થઈ રહ્યા છે.
( જો તમે પણ આ સમાચાર વાંચીને ચોંકી ગયા છો તો તમે પણ એપ્રિલ ફૂલ બની ગયા!, VTV GUJARATI હંમેશા સચોટ અને ત્વરિત સમાચાર આપે છે અને આપતું રહેશે )
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.