બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / April 1 Many rules have changed since including credit cards and NPS

1 એપ્રિલ / ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગ સહિત આજથી બદલાઈ ગયા આ 6 નિયમો, તમારા ખિસ્સા પર પડશે આવી અસર

Dinesh

Last Updated: 07:36 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

April Latest News : આ મોટા ફેરફારોમાં ક્રેડિટ કાર્ડ અને NPS સહિતના ઘણા નિયમોનો સમાવેશ થાય છે

1 April : નવું નાણાકીય વર્ષ આજથી એટલે કે, 1 એપ્રિલથી શરૂ થયું છે અને નાણાં સંબંધિત છ મોટા ફેરફારો થયા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. વાત જાણે એમ છે કે, આ મોટા ફેરફારોમાં ક્રેડિટ કાર્ડ અને NPS સહિતના ઘણા નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારા રોકાણ અને નાણાં ખર્ચને અસર કરશે. ચાલો આ 6 ફેરફારો વિશે જાણીએ જે આજથી એપ્રિલ 2024માં અમલમાં આવ્યા છે. 

These 6 rules will change from April 1, directly affecting your pocket

NPS નિયમોમાં ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત બે-સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ NPS વપરાશકર્તાઓ માટે હશે જે આજથી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે. PFRDAએ 15 માર્ચે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. 

SBI ક્રેડિટ કાર્ડમાં ફેરફારો
SBI કાર્ડે જાહેરાત કરી હતી કે, 1 એપ્રિલ, 2024 થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું સંગ્રહ બંધ કરવામાં આવશે. જેમાં AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પલ્સ અને SimplyClick SBI કાર્ડનો સમાવેશ થાય છે. 

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો 
યસ બેંકે કહ્યું છે કે, જેઓ ક્રેડિટ કાર્ડ પર કેલેન્ડર ક્વાર્ટરમાં રૂ. 10 હજાર કે તેથી વધુ ખર્ચ કરે છે તેઓને મફત ડોમેસ્ટિક લોન એક્સેસ ઉપલબ્ધ થશે. બીજી તરફ જો તમે ICICI બેંક ક્રેડિટ કાર્ડ હેઠળ એક ક્વાર્ટરમાં રૂ. 35 હજાર કે તેથી વધુ ખર્ચ કરો છો તો તમને એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા મળશે. આ નિયમ આજથી 1લી એપ્રિલથી લાગુ થયું છે. આ સિવાય એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર ઈંધણ, વીમા અને સોના પર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જેનો અમલ 20 એપ્રિલથી કરવામાં આવશે. 

OLA Money Wallet 
Ola Money એ જાહેરાત કરી હતી કે, તે 1 એપ્રિલ, 2024 થી દર મહિને 10,000 રૂપિયાના મહત્તમ વોલેટ લોડ પ્રતિબંધ સાથે નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વોલેટ સેવાઓ પર સંપૂર્ણપણે સ્વિચ કરી રહ્યું છે. કંપનીએ તેના ગ્રાહકોને 22 માર્ચે SMS મોકલીને આ અંગે જાણ કરી હતી. 

ફાસ્ટેગ કેવાયસી
જો તમે 31 માર્ચ, 2024 સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કર્યો હોય તો તમને આજથી 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે, NHAI એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે. 

વાંચવા જેવું: આજે એપ્રિલ ફૂલ ડે..કેમ લોકો એક બીજાને બનાવે છે મૂર્ખ? ઉજવણીનું કારણ રોચક

LPG ગેસની કિંમત
LPG સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં બદલાય છે. આજથી 1 એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. જોકે, લોકસભાની ચૂંટણી વચ્ચે આ ભાવમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ