ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / અમદાવાદ સહિતની મનપામાં વહીવટદારોની નિમણૂંક, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી
Last Updated: 10:11 PM, 7 March 2026
ADVERTISEMENT
રાજ્યની મહાનરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રજાના જનપ્રતિનિધિઓની પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT

6 મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારને વહીવટ સોંપવામાં આવ્યો છે. જ્યારે વડોદરામાં GUVNL ના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત શહેરમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેને અને ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં રેમ્યા મોહન અને જામનગરમાં આરતી કંવરની નિયુક્તિ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સ્કૂલના 100 મીટરમાં તમાકુ વેચનારા વેપારીઓને હવે...! DDOના પત્રથી શિક્ષકોમાં નારાજગી
ADVERTISEMENT
રાજ્યમા SIR ની પ્રક્રિયા ચાલી રહી હોવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે વહીવટદારને શાસન લાગુ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.