બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Apply for visa in advance as visa demand in india get spike in 2023

જાણી લો / વિદેશ જવા વહેલા તે પહેલા જેવું! એક વર્ષમાં વિઝાની માગમાં 10 ટકાનો જમ્પ, આ દેશો હોટફેવરિટ

Dinesh

Last Updated: 08:47 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ હાલમાં વિઝાની માગમાં નોંધાયેલા વધારાને કારણે વિઝા પ્રોસેસિંગના ક્ષેત્રમાં કાર્યરત કંપની VFS Global દ્વારા લોકોને એડવાન્સમાં વિઝા માટે અરજી કરવા અપીલ કરાઈ છે.

  • ભારતીયોને લાગ્યું વિદેશ જવાનું ઘેલું
  • વિઝાની અરજીમાં થઈ રહ્યો છે વધારો
  • જો વિદેશ જવું હોય તો વહેલા અપ્લાય કરજો વિઝા

આજની તારીખમાં તમારી આસપાસના 10 લોકોમાંથી એક વ્યક્તિ તો એવું હશે જ જેને વિદેશ જવું હશે.  ભારતીયોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશ જવાનો ક્રેઝ જબરજસ્ત વધી રહ્યો છે. મોટા ભાગે ભારતીયો ફરવા માટે, અભ્યાસ માટે અને કમાવા માટે વિદેશ જતા હોય છે.  પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીયોની વિઝાની માગમાં જબરજસ્ત વધારો થયો છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ હાલમાં વિઝાની માગમાં નોંધાયેલા વધારાને કારણે વિઝા પ્રોસેસિંગના ક્ષેત્રમાં કાર્યરત કંપની VFS Global દ્વારા લોકોને એડવાન્સમાં વિઝા માટે અરજી કરવા અપીલ કરાઈ છે. આ અપીલ એટલા માટે કરવામાં આવી છે કે ભારતીયોની વિઝાની માગને કારણે વિઝા મળવામાં સમય લાગી રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ભારતીયોમાં વિઝાની માગ સૌથી વધુ જોવા મળી હતી. અને હવે ફરી એકવાર વિઝા માગવાની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

વિઝાની અરજીમાં આટલો વધારો
ખાસ કરીને કોરોના કાળ બાદ ભારતીયો વિદેશ જવા માટે વિઝા માગી રહ્યા છે. કોરોના કાળ પહેલા ભારતીયો દ્વારા વિઝાની અરજી આટલા મોટા પ્રમાણમાં નહોતી થતી. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં VFS Globalને ટાંકીને કહેવામાં આવ્યું ચે કે છેલ્લા એક વર્ષમાં વિઝાની માગમાં 10 ટકાનો મોટો વધારો નોંધાયો છે. દિલ્હીમાં 2019માં વિઝાની જેટલી અરજી થઈ હતી, તેટલી જ અરજીઓ 2024માં પણ થઈ રહી છે.  જ્યારે આખા બારત દેસમાં વિઝાની અરજીમાં વાર્ષિક 16 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. 2019માં ભારતીયોએ સૌથી વધુ વિઝાની માગ કરી હતી. 

વહેલા વહેલા કરજો અરજી
VFS ગ્લોબલના દક્ષિણ એશિયાના હેડ વિશાલ જયરથે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાંથી વિઝાની અરજીમાં વધારો થયો છે. 2023ના ડિસેમ્બર મહિના સુધીના જ આંકડા જોઈએ તો વિઝાની ડિમાન્ડમાં જબરજસ્ત ઉછાળો જોવા મલી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે 2024માં પણ વિઝાની માગનો ગ્રાફ હજી ઉંચો જઈ શકે છે. એટલે જો કોઈ પણ વ્યક્તિ અમેરિકા, આપ્રિકા અથવા યુરોપ ફરવા પણ જવા ઈચ્છતા હોય, તો તેમણે વિઝા માટે વહેલી તકે અરજી કરી લેવી જોઈએ, જેથી સમયસર તેની પ્રોસેસ કરી શકાય.  એકદમ લાસ્ટ મોમેન્ટ પર વિઝા માટે અપ્લાય કરવાથી મુશ્કેલી પડી શકે છે.

ભારતીયો સૌથી વધુ અહીં જાય છે
ભારતમાંથી થતી વિઝા અરજીમાં મોટા ભાગે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, યુકે, જર્મની, ઈટાલી, ચીન, સાઉદી અરેબિયા, જપાનના વિઝા સૌથી વધુ માગવામાં આવે છે. 

વધુ વાંચો: કેનેડામાં જોબ કરવી છે? તો Apply કરવા અપનાવો આ ત્રણ રસ્તા, ખર્ચો પણ ઓછો, મહિનામાં પરમિટ

અમેરિકાની વિઝા પ્રોસેસ છે ઝડપી
2023માં અમેરિકાએ ભારતના 1,40,000 વિદ્યાર્થીઓને સ્ડુન્ટ વિઝા આપ્યા હતા. આમ તો અમેરિકા ભારતીયોનો પ્રિય દેશ રહ્યો છે, પરંતુ અમેરિકાએ વિઝાની પ્રોસેસને ભાગે વેગવાન બનાવી દીધી છે. અમેરિકાના વિદેશ વિભાગના આંકડા મુજબ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યામાં છે.         અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં 25 ટકા કરતા વધુ સંખ્યા ભારતીયોની છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા પણ ભણવા માટે જઈ રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ