બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Apple's warning this threat is looming over iPhone users in 92 countries including India

એલર્ટ / સાવધાન..ભારત સહિત 92 દેશોમાં iPhone યુઝર્સ પર મોટો ખતરો, કંપનીએ આપી ચેતવણી

Pravin Joshi

Last Updated: 09:56 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Appleએ iPhone પર પેગાસસ જેવા સ્પાયવેર એટેકનો ખતરો વ્યક્ત કર્યો છે. આઈફોન યુઝર્સને ભાડૂતી સ્પાયવેર દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

જો તમે iPhone યુઝર છો તો આ સમાચાર તમારા માટે છે. એપલે ભારત સહિત 92 દેશોના iPhone યુઝર્સને એલર્ટ કર્યા છે. આ નોટિફિકેશન એપલ દ્વારા 10 એપ્રિલે મોકલવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સહિત 92 દેશોમાં આઈફોન યુઝર્સને સ્પાયવેર એટેક દ્વારા નિશાન બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે એપલે પોતાના નોટિફિકેશનમાં પેગાસસ જેવા સ્પાયવેર એટેકનો ખતરો વ્યક્ત કર્યો છે. જો તમે પણ iPhone યુઝર છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. ઉપરાંત iPhone નો ઉપયોગ કરતી વખતે થોડી સાવધાની રાખવી જોઈએ.

iPhone યુઝર્સને સરકારની ચેતવણી: જો આ ભૂલ કરી તો ઊડી જશે બેન્કમાં જમા પૈસા /  Big government warning for iPhone users Money can disappear from bank  accounts

સ્પાયવેર પરવાનગી વગર ઇન્સ્ટોલ થઈ જાય છે

આજના સમયમાં પેગાસસ જેવા સ્પાયવેર દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સ્પાયવેર તમારા ઉપકરણ પર પરવાનગી વિના ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમને તેના વિશે ખબર પણ નથી હોતી. એપલે પોતાના એલર્ટમાં કહ્યું છે કે આઇફોન યુઝર્સને પેગાસસ જેવા અન્ય સ્પાયવેર દ્વારા નિશાન બનાવી શકાય છે. જેથી સાયબર ગુનેગારો તમારા આઇફોનને એક્સેસ કરી શકે.

iPhone | VTV Gujarati

જો તમે હુમલાનો ભોગ બનશો તો શું થશે?

જો તમારો iPhone ટાર્ગેટેડ છે તો તમારા iPhoneની અનધિકૃત એક્સેસ અન્ય લોકો સુધી પહોંચશે. ભાડૂતી સ્પાયવેરનો ઉપયોગ અમુક ચોક્કસ લોકો અને તેમના ઉપકરણોને લક્ષ્ય બનાવવા માટે થાય છે. આ સ્પાયવેર ઈઝરાયેલના NSO ગ્રુપના પેગાસસ જેવું છે. આ સ્પાયવેર હુમલામાં લાખો ડોલરનો ખર્ચ થાય છે. તેમને શોધવું અને અટકાવવું ખૂબ મુશ્કેલ છે.

Cyber crime | Page 3 | VTV Gujarati

વધુ વાંચો : તમારા ફોનમાં અજાણ્યા નંબર પરથી આવેલી લિંક અસલી છે કે ફેક? આવી રીતે ચેક કરો

Apple દ્વારા iPhone વપરાશકર્તાઓને મોકલવામાં આવેલ ઈમેલમાં લખ્યું છે, 'Apple એ શોધ્યું છે કે તમે 'ભાડૂતી સ્પાયવેર' હુમલાનો શિકાર છો, જે તમને તમારા Apple ID -xxx- સાથે સંકળાયેલા iPhoneને રિમોટલી હેક કરવાની મંજૂરી આપે છે. કૃપા કરીને આને ગંભીરતાથી લો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલ દ્વારા એક ધમકી સૂચના પણ જારી કરવામાં આવી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

India Warning apple countries iPhoneusers iphone threat iPhone users
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ