બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફટાફટ iOS 26.2 ને અપડેટ કરી દેજો, 25 પ્રકારની ખામીઓ સામે આવતા Apple યુઝર્સને વોર્નિંગ

ટેક્નોલોજી / ફટાફટ iOS 26.2 ને અપડેટ કરી દેજો, 25 પ્રકારની ખામીઓ સામે આવતા Apple યુઝર્સને વોર્નિંગ

Jinal Chauhan

Last Updated: 03:11 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iOS 26.2 અપડેટમાં 25થી વધુ સેફ્ટી પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવ્યા છે જેમાંથી બે વેબકીટ એન્જીનની ખામી પણ સામેલ છે.

iOS 26.2 અપડેટમાં 25થી વધુ સેફ્ટી પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવ્યા છે જેમાંથી બે વેબકીટ એન્જીનની ખામી પણ સામેલ છે. વેબકીટ એ જ ટેકનીક છે જે સફારી બ્રાઉઝરને કંટ્રોલ કરે છે અને એપ્પલે પુષ્ટી કરી છે કે આ બન્ને ખામીઓનો ઉપયોગ સાયબર અટેકમાં કરવામાં આવી રહ્યો હતો.

જૂના iOS 18માં સેફ્ટીનો વિકલ્પ નથી

Appleનું iOS 26.2 અપડેટ હવે દુનિયાભરના યુઝર્સ માટે અવેલેબલ છે. તમામ યુઝર્સે આ સોફ્ટવેર અપડેટ કરવું જરૂરી છે કારણ કે આ અપડેટમાં ગંભીર સેફ્ટી ખામીઓને દૂર કરવામાં આવી છે આ સાથે જ ઘણા નવા ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. સાથે જ આ અપડેટ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે Appleએ યુઝર્સને જૂના iOS 18માં સેફ્ટીનો વિકલ્પ નથી આપ્યો પણ તે તમામ યુઝર્સને iOS 26.2 અપડેટ કરવા માટે ફરજ પાડી છે.

iphone-orange-2

ખામીઓનો ઉપયોગ સાયબર અટેકમાં

આ નવા અપડેટનો સૌથી મોટો ઉદ્દેશ સેફ્ટીનો છે. આ અપડેટમાં 25થી વધુ ખામીઓને ઠીક કરવામાં આવી છે. જેમાં વેબકીટની બે ઝીરો ડે ખામીઓ પણ સામેલ છે. Webkit એ જ એન્જિન છે જે સફારી બ્રાઉઝરને ચલાવે છે. એપ્પલે પુષ્ટી કરી છે કે iOS 26 પહેલા આ ખામીઓનો ઉપયોગ સાયબર હુમલાઓમાં કરવામાં આવતો હતો.

ગિફ્ટ ગણેશ (3)

આ સુરક્ષા ખામીઓના કારણે ખતરનાક વેબ કન્ટેન્ટ ડિવાઈસ પર ગમે તે કોડ ચલાવી શકાતો હતો કે મેમરી કરપ્શન પણ થઈ શકતું હતું જેનાથી મર્સનરી સ્પાઈવેરથી ડિવાઈસને હેક કરવાનું જોખમ હતું. આ ઉપરાંત અપડેટમાં મેસેજ એપમાં એક પ્રાઈવસી લીક અને અન્ય સિસ્ટમ લેવલના પ્રોબ્લેમને ઠીક કરવામાં આવ્યા છે. કંપનીએ આ જોખમને એટલું ગંભીર ગણાવ્યું છે કે તાત્કાલિક અપડેટ કરી લેવું જરૂરી છે.

શું થયું અપગ્રેડ?

સુરક્ષા ઉપરાંત iOS 26.2 અપડેટ iOS 26ના અનુભવને બેસ્ટ બનાવે છે. આ અપડેટમાં એપ્પલ મ્યુઝિક, પોડકાસ્ટ અને ગેમ્સમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ સાથે બેસ્ટ લોક સ્ક્રીન કસ્ટમાઈઝેશન, સેફ્ટી એલર્ટ, એર ડ્રોપ અને એપ્સમાં સુધારો તથા આખા iOS યુઝર ઈન્ટરફેસને અપગ્રેડ કરવામાં આવ્યું છે.

જે આઈફોન ડિવાઈસ iOS 26 યુઝ કરવામાં સક્ષમ હોય તેમના માટે Appleએ આ મહત્વપૂર્ણ સુરક્ષા સુધારા સુધી પહોંચવાનો એક માત્ર સહારો iOS 26.2 અપડેટને જ બનાવ્યો છે.એપ્પલની આ નિતીના કારણે લાખો નહીં પણ કરોડો યુઝર્સને iOS 18 પર નિર્ભર 50 ટકાથી વધુ એક્ટિવ આઈફોનને સુરક્ષિત રહેવા માટે આખે આખું iOS અપડેટ ઈન્સ્ટોલ કરવું પડ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 68 કરોડ ઇમેઇલ ID-પાસવર્ડ લીક? ઇન્ટરનેટ યુઝર્સ ચિંતિત, સાયબર પોલીસની એડવાઈઝરી જાહેર

આ રીતે કરો ઈન્સ્ટોલ

યુઝર્સે આ નવું અપડેટ ઈન્સ્ટોલ કરવા માટે આઈફોનમાં સેટિંગમાં જવું પડશે જેમાં જનરલમાં જઈને સોફ્ટવેર અપડેટ પર ક્લીક કરવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iOS 26.2 Update iPhone Update News Apple Security Patch
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ