બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 68 કરોડ ઇમેઇલ ID-પાસવર્ડ લીક? ઇન્ટરનેટ યુઝર્સ ચિંતિત, સાયબર પોલીસની એડવાઈઝરી જાહેર

એલર્ટ / 68 કરોડ ઇમેઇલ ID-પાસવર્ડ લીક? ઇન્ટરનેટ યુઝર્સ ચિંતિત, સાયબર પોલીસની એડવાઈઝરી જાહેર

Priyankka Triveddi

Last Updated: 11:06 AM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Police Alert: સાયબર પોલીસે 68 કરોડ E-Mail પાસવર્ડ લીકની આશંકાના પગલે એક એલર્ટ જાહેર કર્યું છે. વધતાં જતાં સાયબર ક્રાઇમના પગલે દેશભરના લોકો માટે કે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.

Cyber Police Alert: મધ્યપ્રદેશમાં વધતાં જતાં ક્રાઇમ વચ્ચે MP State Cyber Police એ દેશભરના લોકો માટે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ મુજબ લગભગ 68 કરોડ એ-Mail ID અને Password લીક થયા હોવાની આશંકા બતાવવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ, ઈન્ટરનેટ બેન્કિંગ, ડિજિટલ વૉલેટ અને બીજી એપ્સ પર ખતરો મંડાઇ રહ્યો છે. MP Cyber Police એ આ આશંકને પગલે એલર્ટ જાહેર કર્યું છે જેમાં લોકોને પાસવર્ડ બદલીને, 2 ફેક્ટર આઇડેન્ટીફિકેશન ચાલુ રાખીને અલગ અલગ મજબૂત પાસવર્ડ યુઝ કરવા માટે અને કોઈપણ શંકાશીલ લિન્કથી બચવા માટે સલાહ આપવામાં આવી છે.

સાયબર પોલીસનું કહેવું છે કે જો કોઈનું ઈમેલ એકાઉન્ટ હેક થાય છે તો અપરાધી તેના આધારે તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકે છે. અને એવામાં લોકોએ તરત જ તેમના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસસવર્ડ બદલવા જોઈએ તેવી ખાસ સૂચના અને સલાહ આપવામાં આવી છે.

MP State Cyber Police એ સ્પષ્ટ કર્યું છે કે આ ચેતવણી ડરાવવા માટે નહીં પણ ડેટ લીક અને સાયબર ફ્રોડના વધતાં કેસને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે. પોલીસે Two-factor authentication (2FA/OTP) ને અનિવાર્ય રીતે ચાલુ કરવા નાએ દરેક પ્લેટફોર્મ માટે અલગ અલગ મજબૂત પાસવર્ડ યુઝ કરવાની અપીલ કરી છે.

MY-Cyber-Police

તમે જાતે પણ તપાસ કરી શકો છો

તમે જાતે પણ એ વાતની ચકાસણી કરી શકો છો કે તમારું ઈમેલ કોઈ ડેટ લીકનો ભાગ છે કે નહીં એ માટે તમારે Have I Been Pwnedવેબસાઇટ પર જઈને જોઈ શકો છો. અંહિયા ઈમેલ id નાખીને તમને સ્થિતિની જાણકારી મળી જશે.

આ પણ વાંચો: વૈષ્ણોદેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, 10 કલાકમાં યાત્રા ફરજિયાત, આ કારણને લીધે થયા ફેરફાર

vtv app promotion

સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું?

  • તમામ એકાઉન્ટ્સના પાસવર્ડ તરત જ બદલી નાખો
  • 2FA/OTP સુરક્ષા ખાસ યુઝ કરો
  • એક જ પાસવર્ડ દરેક જગ્યાએ ના યુઝ કરો
  • કોઈપણ અજાણ્યા મેઈલ કે લિન્ક પર ક્લિકના કરો
  • જો તમે સાયબર ફ્રોડના શિકાર થાવ તો તેની ફરિયાદ [email protected] પર મેઈલ કરીને જાણકારી આપી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Police Alert Email Password Leak Data Breach
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ