ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વૈષ્ણોદેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, 10 કલાકમાં યાત્રા ફરજિયાત, આ કારણને લીધે થયા ફેરફાર

નિર્ણય / વૈષ્ણોદેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, 10 કલાકમાં યાત્રા ફરજિયાત, આ કારણને લીધે થયા ફેરફાર

Published By: Priyankka Triveddi

Last Updated: 08:36 AM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaishno Devi Yatra: નવા વર્ષે વૈષ્ણોદેવી જવાનો પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ ખબર ખાસ વાંચીને જજો. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જે તત્કાલ લાગુ પણ કરી દેવાયો છે.

ADVERTISEMENT

Vaishno Devi Yatra News Rule: નવા વર્ષને આડે માંડ ગણતરી ના દિવસો વધ્યા છે ત્યારે નવા વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે યાત્રીઓએ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (RFID) કાર્ડ મેળવ્યાના 10 કલાકની અંદર પોતાની યાત્રા શરૂકરી દેવાની રહેશે અને એ પછીના 24 કલાકની અંદર દર્શન કરીને પરત ફરવાનું રહેશે. આ નિદેશ તત્કાલ લાગુ પણ કરી દેવાયો છે.

માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે રજીસ્ટ્રેશન અને RFID યાત્રા કાર્ડ પહેલા લેવું અનિવાર્ય છે. આ પહેલા RFID કાર્ડની માન્યતા 12 કલાક હતી એટલે કે કાર્ડ મેળવ્યાના 12 કલાક અંદર તેમણે યાત્રા માટે પ્રવેશ પર એન્ટ્રી કરી લેવાની હતી અને યાત્રા પૂરી કરવા માટે કોઈ નિશ્ચિત સમય અવધિ નહોતી.

vaishnodevi-yatra.jpg

નવા વર્ષના પગલે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. શ્રાઇન બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશ દરેક યાત્રાળુઓ પર લાગુ થશે ચાહે તે પગે યાત્રા કરી રહ્યા હોય કે હેલિકોપ્ટર કે પછી બેટરી કાર જેવી સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હોય. રજીસ્ટ્રેશન કેન્દ્ર પર તૈનાત અધિકારીઓને સૂચના અપાઈ છે કે તે યાત્રીઓને આ નવા સમય પ્રતિબંધ અંગે સૂચના આપે.

નવું વર્ષ અને સુરક્ષા

નવુંવર્ષ શરૂ થવાના 3-4 દિવસ પહેલા જ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે માત્રામાં વધારો થવાની સંભાવના છે. આ ને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુગર દર્શન સુનિશ્ચિત કરવા માટે આ ટાઈમ સ્લોટ લાગુ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પગલાંથી યાત્રા માર્ગ પર યાત્રીઓને અવરજવર કરવા માટે વધુ સારી સુવિધાનો પ્રબંધ કરી શકાશે.

આ પણ વાંચો: શીતલહેર, ભારે ધુમ્મસ અને વરસાદનો માર, પંજાબથી બિહાર સુધી ‘કોલ્ડ ડે’ની ચેતવણી

vtv app promotion

રવિવારે વરસાદને લીધે સ્થગિત રહી હતી યાત્રા

ધર્મનગરી સહિત માં વૈષ્ણોદેવીના દરબારમાં રવિવારના દિવસે આખો દિવસ અટકી અટકીને વરસાદ આવ્યો હતો. હેલિકોપ્ટર સેવા બપોરે 2 વાગ્યા પછી ભારે હવા અને વરસાદને કારણે બંધ રહી હતી. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવી ચૂકેલા યાત્રીઓને પણ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સાંજના 5 વાગ્યા સુધી લગભગ 16500 ભક્તો ભવનની બાજુ રવાના થઈ ગયા હતા. આ મહિને લગભગ 3.20 લાખ અને વર્ષમાં લગભગ 67.25 લાખ ભક્તો માતાના દર્શન કરી ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vaishno Devi Rules Shrine Board Vaishno Devi Yatra

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ