બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / anurag kashyap letters funds to create mukkabaaz and saand ki aankh leak

લેટર / BJPના નેતાએ અનુરાગ કશ્યપના લેટર લીક કરીને કહ્યું, ભિખ ન મળી તો...

Published By: Mehul

Last Updated: 10:26 PM, 11 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અને રસ્તા પર ખુલીને વાત રજૂ કરનાર દિગ્ગજ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપના કેટલાક જુના પત્ર ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર લીક કરી દીધા છે. આ એ પત્ર છે, જેના દ્વારા તેઓએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પાસે ફિલ્મ બનાવવા માટે ફંડ માંગવાની કોશિશ કરી હતી.

  • બીજેપી નેતાએ અનુરાગ કશ્યપના કેટલાક જુના પત્ર સોશિયલ મીડિયા પર લીક કર્યા
  • તેઓએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પાસે ફિલ્મ બનાવવા માટે ફંડ માંગવાની કોશિશ કરી હતી
  • લેટર્સની તસવીરો વાયરલ થયા બાદ હવે અનુરાગ કશ્યપે પણ તેનો જવાબ આપ્યો

લેટર્સને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ ટ્વિટ કર્યું છે. શલભે લેટર્સની કોપી શેયર કરતા લખ્યું, 'પિટાઇ ચૂકેલી ફિલ્મો માટે સરકારી ભીખ ના મળી તો અનુરાગ કશ્યપ નીરસ થઇને ગાળો પર ઉતરી આવ્યા, કેટલીક સરકારો તેમની ફ્લોપ ફિલ્મો પર કરોડો આપતી હતી, યોગીજીએ મફતની પેન્શન બંધ કરી પૈસા ગરીબો, વિધવાઓ, ખેડૂતોમાં વંહેચી દીધા, આ તેમની ચીઢ છે.'

યુપી બીજેપીના નેતા અનુરાગ કશ્યપના ટ્વિટર પર લખવામાં આવેલા શબ્દોને ઉત્તર પ્રદેશમાં તેમની ફિલ્મો માટે માંગવામાં આવેલી સબસિડીથી જોડીને જોઇ રહ્યા છે. નોંધનીય છે કે, અનુરાગ ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કડક ટીકા કરતા જોવા મળતા હોય છે. લેટર્સની તસવીરો વાયરલ થયા બાદ હવે અનુરાગે પણ તેનો જવાબ આપ્યો છે. 

શું છે અનુરાગ કશ્યપનો જવાબ?

અનુરાગનું કહેવું છે કે, બીજેપી તેઓેને દર વર્ષે બોલાવે છે પરંતુ તેઓ જતા નથી. અનુરાગે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કેસ, ગત વર્ષે જ તેમને ત્રણ વાર બોલાવવામાં આવ્યા પરંતુ તેઓ નહોતા ગયા. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલથી કેટલાક લેટર્સની તસવીર ટ્વિટ કરી અને લખ્યું, ''ભક્તો માટે-દરેક વખતે બોલાવામાં આવે છે. ત્રણ વાર ગત વર્ષે. ન ગયો કેમકે પહેલી વારમાં જોઇ લીધું હતું કે કેમ બોલાવામાં આવે છે. એટલુ આત્મસન્માન હજુ જીવીત છે. લેટર્સની કોપી મારી પાસે પણ છે.''

 

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Kashyap BJP Bollywood News National News Yogi Adityanath ગુજરાતી ન્યૂઝ letter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ