ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'તારા નાટક વધી ગયા છે, આજે તો પતાવી...’ કહીને 3 શખ્સોનો યુવક પર હથોડાથી જીવલેણ હુમલો

કાર્યવાહી ક્યારે / 'તારા નાટક વધી ગયા છે, આજે તો પતાવી...’ કહીને 3 શખ્સોનો યુવક પર હથોડાથી જીવલેણ હુમલો

Published By: Vishal Khamar

Last Updated: 02:40 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના જહાંગીરપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્રણ શખ્સોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કરતા યુવકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ADVERTISEMENT

સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ જાનકી રેસિડેન્સીમાં ચર્ચા કરતી વખતે સોસાયટીના મેઈનટેઈન્સ અંગે બોલાચાલી થતા ડોક્ટર સહિત ત્રણ લોકોએ બેઘા મળી યુવક પર હથોડાથી હુમલો કર્યો હતો. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે ચિરાગ કાંતીલાલ કોસંબિયા (રહે. જાનકી રેસીડેન્સી, જહાંગીરપુરા) એ જહાંગીરપુરા પોલીસ મથકે ડોક્ટર સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

મળતી માહિતી મુજબ વાતચીત દરમ્યાન મામલો ઉગ્ર બનતા ભરત સુરતી સેન્ટીંગના કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈ આવ્યા અને ચિરાગ પર જીવલેણ હુમલો કરી અપશબ્દો બોલેલ અને કહેલ કે તારા નાટક વધી ગયા છે. આજે તો તને પતાવી જ નાંખું તેમ કહી ધમકી આપી હતી. જે બાદ હિરેન બરોડીયા અને ડો. વિપુલ બરોડિયાએ પણ ચિરાગ સાથે ઝપાઝપી કરી હતા. ઘટના સ્થળે હાજર અન્ય લોકોએ વચ્ચે પડી બંનેને છુટા પાડ્યા હતા. અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મોડી રાત્રે અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, 25 વર્ષના હિતેશનું અજાણ્યા શખ્સે ઢીમ ઢાળી દીધું

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી

સોસાયટીમાં હાજર રહેલ સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. તેમજ નજરે જોનારા બાળકો તેમજ અન્ય લોકો જીવલેણ હુમલો જોઈને ચીસ પાડી ઉઠ્યા હતા. ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ ત્રણેય લોકો સ્થળ પરથી ભાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ