ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મોડી રાત્રે અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, 25 વર્ષના હિતેશનું અજાણ્યા શખ્સે ઢીમ ઢાળી દીધું
Last Updated: 12:55 PM, 24 March 2026
ADVERTISEMENT
અમદાવાદના વાસણા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભરવાડ વાસ વિસ્તારમાં રાત્રે અંદાજે 2:00 થી 2:30 વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો.
ADVERTISEMENT
અજાણ્યા યુવાન પર જીવલેણ હુમલો કર્યો
અજાણ્યા યુવકે 25 વર્ષીય યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને છરીના ઘા મારીને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હિતેષ તરીકે થઈ છે. બનાવ બાદ આરોપી તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT

વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જેને કારણે પોલીસ તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે.

ADVERTISEMENT
CCTV કેમેરાની ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરી
પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી આરોપીની ઓળખ મેળવી શકાય. ઉપરાંત, આરોપીને ઝડપવા માટે વિવિધ ટીમો બનાવીને શોધખોળ તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં ‘લવ જેહાદ’ કેસમાં મોટો ખુલાસો, એડિટિંગ એપથી ખોટા દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો
સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભય અને ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ માહિતી મળી આવે તો તાત્કાલિક જાણ કરવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો