ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / અભિષેકના નામે ખોટું આધારકાર્ડ બનાવી 12માં ધોરણની સગીરાને પ્રેમજાળમાં ફસાવતો મોહમ્મદ સાજીદ
Last Updated: 02:21 PM, 24 March 2026
ADVERTISEMENT
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નાબાલિક યુવતી સાથે છેતરપીંડી અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદે પોતાની ઓળખ છુપાવવા માટે ‘અભિષેક ગુપ્તા’ નામે ખોટું આધારકાર્ડ બનાવ્યું હતું અને તેનાથી ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
ADVERTISEMENT
ખોટી ઓળખ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
આરોપીએ ખોટી ઓળખનો લાભ લઈ યુવતીનો વિશ્વાસ જીતી લીધો અને પછી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટના બહાર આવતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT

આરોપી બિહાર ભાગવાની તૈયારીમાં હતો
ADVERTISEMENT
માહિતી મુજબ, આરોપી બિહાર ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસે મુખ્ય આરોપી સાજીદને પકડી પાડ્યો હતો. આ કેસમાં તેને મદદ કરનાર તેના ભાઈ સહિત કુલ 5 લોકોને પોલીસે ઝડપી લીધા છે.

ADVERTISEMENT
એડિટીંગ એપનો ઉપયોગ કરી સરકારી દસ્તાવેજમાં છેડછાડ કરી
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ એડિટિંગ એપનો ઉપયોગ કરીને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી અને તે આધારે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો.
ADVERTISEMENT

એ.સી.ગોહિલ (પોલીસ ઇન્સ્પેક્ટર, ઈચ્છાપુર પોલીસ સ્ટેશન)
ADVERTISEMENT
આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
ઈચ્છાપોર પોલીસે તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેસના અન્ય પાસાઓ પણ તપાસી રહી છે.
આ પણ વાંચોઃ નર્મદાની પરિક્રમા કરવાનું વિચારતા હોવ તો પહેલાં આટલું જાણી લેજો, નહીંતર હેરાન થઇ જશો!
પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા
ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.સી.ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓએ જે રીતે હિન્દુ નામનો ઉપયોગ કરી સગીરા સાથે છેતરપીંડિ આચરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ હાલ પાંચેય આરોપીઓની રિમાન્ડ દરમ્યાન પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT