ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પૂર્વ IPS કુલદીપ શર્માને વધુ એક ઝટકો, સજા માટેનો સ્ટે લંબાવવા ગુજરાત હાઈકોર્ટનો ઈન્કાર
Last Updated: 07:52 AM, 14 October 2025
ADVERTISEMENT
40 વર્ષ જૂના કેસમાં ત્રણ મહિનાની કેદની સજા ભોગવી રહેલા પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્માને ગુજરાત હાઇકોર્ટથી વધુ એક મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે શર્મા અને સહઅભિયુક્ત પૂર્વ પોલીસ અધિકારી ગિરીશ વસાવડાની સ્ટે લંબાવવાની અરજી રદ કરી છે.
ADVERTISEMENT
ભૂજની નીચલી અદાલતે અગાઉ બંનેને ત્રણ મહિનાની સજા ફટકારતાં, 15 દિવસ માટે અમલવારી પર સ્થગિતિ (સ્ટે) આપી હતી. આ અવધિ પૂર્ણ થતી હોય, શર્મા અને વસાવડાએ હાઇકોર્ટમાં સ્ટે લંબાવવાની અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે આ અરજીને નામંજૂર કરતાં તેમનાં વિરુદ્ધની સજા અમલમાં મૂકવાનો માર્ગ સાફ થયો છે.

ADVERTISEMENT
શર્મા અને વસાવડાને થયેલી ત્રણ મહિનાની સાદી કોર્ટની સજાને ભુજની એપેલેટ ટ્રાયલ કોર્ટ દ્વારા કન્ફર્મ કરવામાં આવી હતી. તેથી બંનેએ એપેલેટ કોર્ટે આપેલા આદેશ પર સ્ટે આપવા માટે આપેલા સમયને લંબાવવાની દાદ માગી હતી. જોકે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ‘આવા મામલાઓમાં એવું કહી શકાય કે વિધાનસભાનો ઇરાદો આવા સંજોગોમાં અપીલ કોર્ટને એવી કોઇ સત્તા આપવાનો નહોતો કે જેથી તે સજા પર સ્ટે અથવા સ્થગિત કરવાનો અને આદેશને સ્થગિત રાખવાનો અથવા આરોપીને શરણાગતિ સ્વીકારવાનો સમય લંબાવવાની મંજૂરી આપે, જેથી આરોપી રિવિઝન અરજી દાખલ કરી શકે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, બાળકીના ગુપ્તભાગોમાં ગંભીર ઇજા, આરોપીની ધરપકડ
અગાઉ, ગુજરાતના ભુજની એક જિલ્લા સત્ર અદાલતે પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ કેસ છઠ્ઠી મે 1984નો છે. જ્યારે શર્માને કચ્છ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે મુકાયા હતા. આ ઘટનામાં એક હિસ્ટ્રીશીટર સહિત કોંગ્રેસના નેતાઓનું એક જૂથ એક ફોજદારી કેસ અંગે મળવા ગયું ત્યારે તેમની વચ્ચે દલીલ અને ઝપાઝપી થઈ હતી. ફરિયાદી શંકર ગોવિંદજી જોશી સહિતના નેતાઓએ શર્મા અને તેમના માણસો પર હુમલો કરવાનો અને ગેરકાયદે રીતે બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો