બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Another sanitation worker died of suffocation while cleaning the drainage

સુરત / ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત, પરિવારજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

Priyakant

Last Updated: 11:39 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

  • ગુંગળામણથી એક સફાઇ કામદારનું નિપજ્યું મોત 
  • ત્રણ લોકો મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા
  • સફાઈ કર્મી રઘુભાઈ સોલંકીનું ગુંગળામણથી મોત
  • બિલ્ડિંગના માલિક મૃતક શ્રમિકના પરિવારજનોને વળતર આપે તેવી માગ
  • માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો મૃતદેહના અસ્વીકારની ચીમકી

રાજ્યમાં વધુ એક સફાઇ કામદારનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતના ભીમરાડ રોડથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતના ભીમરાડ રોડ પર ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત થતાં ચકચાર મચી ગઈ છે. જેને લઈ હવે મૃતકના પરિવારજનોએ વળતરની માંગ સાથે મૃતદેહના અસ્વીકારની ચીમકી આપી છે. 

ગુજરાતમાં અનેક વાર ગટર સાફ કરવા ઉતરતા સફાઇ કર્મચારીના મોતની ઘટના સામે આવે છે. આ તરફ હવે સુરતના ભીમરાડ રોડ પર આવેલ એક્સલસ બિલ્ડિંગમાં પણ આવી જ ઘટના સામે આવી છે. વિગતો મુજબ સફાઈ કર્મી રઘુભાઈ સોલંકી સહિતના ત્રણ સફાઇ કામદાર આ મોલમાં  ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન સફાઈ કર્મી રઘુભાઈ સોલંકીનું ગુંગળામણથી મોત થયું છે. 

સફાઇ કામદારના મોતથી પરિવાર શોકમગ્ન 
ભીમરાડ રોડ પર આવેલ એક્સલસ બિલ્ડિંગ મોલમાં સફાઇ કામદારના મોત બાદ પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આ તરફ ભીમરાડ રોડ પર આવેલી એક્સલસ બિલ્ડિંગના માલિક મૃતક શ્રમિકના પરિવારજનોને વળતર આપે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે જો માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો મૃતદેહના અસ્વીકારની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. 

સળગતા સવાલ 

  • હજુ ક્યાં સુધી સુરક્ષા સાધનોના અભાવે શ્રમિકો જીવ ગુમાવશે?
  • અગાઉ પણ ગુંગળામણથી એકનું મોત થયું હતું તે બાદ પણ પગલાં કેમ ન લેવાયા?
  • ક્યારે મળશે મૃતક શ્રમિકના પરિવારજનોને ન્યાય?
  • શું બિલ્ડિંગના માલિક મૃતક શ્રમિકના પરિવારની કરશે મદદ?
  • ક્યારે નગરપાલિકાઓને અપાશે સુરક્ષાના સાધનો?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ