બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / વડોદરા / Another Sadhu in dispute in Sokhda: Goes against Shikshapatri and gets land in his own name, see who's name in the document including Prem-Swarup Swami

કૌભાંડ / સોખડામાં વધુ એક સાધુ વિવાદમાં: શિક્ષાપત્રી વિરુદ્ધ જઈ પોતાના નામે કરાવી જમીન, દસ્તાવેજમાં પ્રેમ-સ્વરૂપ સ્વામી સહિત જુઓ કોના કોના નામ

Vishal Khamar

Last Updated: 05:04 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સંત ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણનાં સંતે શિક્ષાપત્રીથી વિપરીત જઈ જમીન પોતાના નામે કરાવી છે. સ્વામીજીનું જમીન ખરીદીનું વધુ એક કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  • સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત ફરી આવ્યા વિવાદમાં
  • શિક્ષાપત્રીથી વિપરીત ત્યાગ વલ્લભ સ્વામીએ પોતાના નામે જમીન કરાવી
  • સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો વીડિયો સામે આવ્યા

 સોખડા સ્વામિનારાયણ મંદિર અવાર નવાર વિવાદમાં આવે છે. જમીન ખરીદીનાં કૌભાંડને લઈ સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સંત ફરી વિવાદમાં આવ્યા છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ શિક્ષાપત્રીથી વિપરીત પોતાનાં નામે જમીન કરાવી દીધી હતી. સ્વામીજીએ આસોજ, સોખડા, મોક્સી, દશરથમાં ત્યાગવલ્લભ સ્વામીએ જમીન લીધી હોવાનું સામે આવવા પામ્યું છે. તેમજ ત્યાગવલ્લભદાસ ગુરૂ સ્વામી હરિપ્રસાદ દાસજીના નામનો સરકારી દસ્તાવેજમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ ભરૂચનાં ઝઘડિયામાં પણ ત્યાગવલ્લભ સ્વામીએ જમીન પોતાના નામે કરાવી છે.

આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડ બાદ સ્વામી ફરાર
સોખડાનાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામી દ્વારા જમીન ખરીદીનું વધુ એક કૌભાડ બહાર આવતા હરી ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ વડોદરાનાં આંસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી  છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદવામાં આવી છે. વડોદરાનાં આસોજ, દશરથ, મોક્સી અને સોખડા સહિતનાં ગામડાઓમાં જમીનો ખરીદી છે. તેમજ જમીન ખરીદનારના નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ બાદ હાલ તેઓ ફરાર છે.

સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો વીડિયો સામે આવ્યા 
જમીન ખરીદીનાં કૌભાંડમાં ત્યાગ વલ્લભ, પ્રેમ સ્વરૂપ બાદ અન્ય સંતો પણ વિવાદમાં આવ્યા છે. જેમાં અન્ય સંતોના નામે પણ જમીન- મિલ્કતો થયાનાં દસ્તાવેજો સામે આવ્યા છે. નવસારીનાં આનંદસ્વરૂપ સ્વામી, સોખડાનાં જ્ઞાનસ્વરૂપદાસ સ્વામીનું નામ સામે આવ્યું છે. તેમજ સાધુ હરિવંદનદાસ, સાધુ ધર્મજીવનદાસના નામે પણ જમીન-મિલ્કતનાં કાગળો થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. ત્યારે હરી સૌરભદાસ અને સંત વલ્લભદાસ ગુરૂનાં બેંક ખાતાની માહિતી સામે આવી છે. ત્યારે બંને સંતોનાં બેંક ખાતાથી ટ્રાન્ઝેક્શન થયા હોય તેવા સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ