ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / another hindu temple vandalised in canada by khalistan extremists referendum posters pasted

BIG NEWS / કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ, CCTV માં કેદ થઈ કરતૂત

Published By: Malay

Last Updated: 08:37 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Temple vandalism in Canada: કેનેડામાં ફરી એકવાર મંદિરમાં કરાઈ તોડફોડ, મંદિરના મુખ્ય દ્વાર પર લગાવાયા ખાલિસ્તાની હરદીપ નિજ્જરના પોસ્ટરો.

ADVERTISEMENT

  • કેનેડામાં વધુ એક મંદિરને બનાવવામાં આવ્યું નિશાન
  • ખાલીસ્તાની સમર્થકોએ દ્વાર પર લગાવ્યા પોસ્ટરો
  • સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે અડધી રાતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સરે (Surrey) સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાનની હરદીપસિંહ નિજ્જરના મોતને લઈને લોકમતના પોસ્ટરો લગાવી દીધા, જેથી ભારતીય સમુદાયની વચ્ચે ડર પેદા કરી શકાય. ખાલિસ્તાનીઓનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું. જેમાં બે શખ્સો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાનો ચહેરો છુપાવ્યો છે. વાદળી પાઘડી પહેરેલ શખ્સો મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટર લગાવે છે અને ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી જાય છે.

18 જૂને હરદીપસિંહની થઈ હતી હત્યા
જે ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરના પોસ્ટરો મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગોળીમારીને હત્યા થઈ હતી. તેને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું.

NIAએ ભાગેડું કર્યો હતો જાહેર
હરદીપ નિજ્જરને કેનેડાના સરેમાં ગોળી મારવામાં આવી હતી, જે બાદ તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, પૂજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું.

અગાઉ પણ મંદિરોમાં થઈ ચૂકી છે તોડફોડ
આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યું હોય, આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં ઘણી વખત સામે આવી ચૂક્યા છે, જ્યારે મંદિરો પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં ઓન્ટારિયો પ્રાંતના BAPS સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે રાત્રે તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. બાદમાં મંદિરના પ્રતિનિધિઓએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

6થી વધારે કિસ્સા આવ્યા સામે
છેલ્લા એક વર્ષમાં આવા (મંદિરમાં તોડફોડ)ના 6થી વધુ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં મંદિરોમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના સંસ્થાપક જરનૈલ સિંહ ભિંડરાવાલેને 'શહીદ' ગણાવ્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Hindu Temple canada khalistan extremists કેનેડા ખાલીસ્તાની સમર્થકોએ કરી તોડફોડ મંંદિરમાં તોડફોડ હિન્દુ મંદિરમાં તોડફોડ CANADA News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ