બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Another explosive innings of rain in Gujarat with Santalpur receiving the highest of 6.5 inches, lashing 231 taluks in 12 hours.

મેધમહેર / સાંતલપુરમાં સૌથી વધુ 6.5 ઇંચ સાથે ગુજરાતમાં વરસાદની બીજી વિસ્ફોટક ઈનિંગ, 12 કલાકમાં 231 તાલુકાને ધમરોળ્યા, જુઓ ક્યાં કેટલો

Vishal Khamar

Last Updated: 07:44 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદની બીજી બેટીંગની શરૂઆત ધમાકેદાર રહેવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. તેમજ નદી, નાળા સહિત અનેક ડેમો છલકાયા છે. તો કેટલાક તાલુકાઓમાં નદીનાં પાણી ખેતરો તેમજ ઘરોમાં ધુસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

  • રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ
  • પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 6-5 ઇંચ વરસાદ
  • રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઇંચ વરસાદ ખાબકયો

રાજ્યનાં 231 તાલુકાઓમાં સવારે 6 થી બપોરનાં 6 વાગ્યા સુધી મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સવારે 6 થી6 વાગ્યા સુધીમાં 231તાલુકામાં વરસાદ પડ્યો હતો. સાંતલપુરમાં 6.5 ઈંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઇંચ, અબડાસામાં સવા પાંચ ઈંચ, ખંભાળિયામાં 5 ઈંચ, ઉપલેટામાં સવા ચાર ઈંચ, કોડટા સાંગાણીમાં 3.5 ઈંચ, વડગામમાં 3.5 ઈંચ, રાપરમાં 3 ઈંચ, ચોટીલામાં પોણા ત્રણ ઈંચ, માંગરોળમાં પોણા ત્રણ ઈંચ, સિદ્ધપુરમાં પોણા ત્રણ ઈંચ, કેશોદમાં 2.5 ઈંચ, વંથલીમાં 2.5 ઈંચ, ગઢડામાં 2.5 ઈંચ, માળિયા હાટીનામાં 2.5 ઈંચ, બરવાળામાં સવા બે ઈંચ, સતલાસણામાં સવા બે ઈંચ, તેમજ ગોંડલમાં પણ સવા બે ઈંચ, મોરબીમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠામાં સારો વરસાદ પડતા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં 1 હજાર 504 ક્યૂસેક પાણીની આવક થઈ છે.. ડેમમાં 589.15 ફૂટ પાણી ભરાયું છે જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.. ડેમમાં 60%થી પાણી આવક થતા ખેડૂતોને થશે લાભ.

નાનીબેર ગામનો વિજોડા ડેમ ઓવર ફ્લો થયો

કચ્છમાં પણ મેઘરાજાએ મહેર કરી છે.. ધોધમાર વરસાદના કારણે જિલ્લાના ડેમ છલકાયા છે.. અબડાસામાં ધોધમાર વરસાદ ખાબકતા નાનીબેર ગામનો વિજોડા ડેમ ઓવર ફ્લો થયો છે.. ભુજ નજીક આવેલો ગજોડ ડેમ પણ ઓવરફ્લો થતા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે..

ગજોડ ડેમ પણ ઓવરફ્લો

સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે.. જેના કારણે ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 2 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.. ચોમાસાની શરૂઆતમાં જ ધરોઈ ડેમ 63%થી વધુ ભરાયો છે.. 

ધરોઈ ડેમમાં 2 હજાર ક્યૂસેક પાણીની આવક

ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.. શેત્રુંજી ડેમમાં 2 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે..

શેત્રુંજી ડેમમાં 2 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક

રાજ્યમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે મોટાભાગના જિલ્લાની નદીઓ બે કાંઠે થઇ છે. સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી, હરણાવ, કોસંબી નદી બે કાંઠે થઈ છે..

સાબરમતી, હરણાવ, કોસંબી નદી બે કાંઠે થઈ

ઉપરવાસમાં વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક થઈ છે.. સુરતના માંડવીમાંથી પસાર થતી તાપી નદી પર બનાવાયેલા બ્રિજ અને નદીનો ચોમાસા દરમિયાન નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા..


તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.. ચોટીલા પંથકમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે થઈ છે.  પીપળિયા ગામની નદીમાં સતત પાણીની આવકથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સાથે અનેક માર્ગોનું ધોવાણ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

તો મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘરાજાએ મહેર કરી છે.. ભારે વરસાદના પગલે જિલ્લાના હળવદની બ્રાહ્મણી નદી બે કાંઠે વહી છે. નદીનું પાણી રોડ પર ફરી વળત વાહનવ્યવહારને અસર થઇ હતી. 

મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘરાજાએ મહેર

આ તરફ ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.. જિલ્લાની નદીઓમાં નવા નરી આવક થઇ છે.. ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.. તો ગાભા ગામની નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.. નદીઓ બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.. જેને લઇ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી હતી..


અરવલી જિલ્લામાં સતત વરસાદના કારણે ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે.. નવા નીરની આવક થતા આસપાસના ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ