ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:53 PM, 13 June 2025
ADVERTISEMENT
Air India : મુસાફરોને ત્રણ વખત વિમાનમાં બોર્ડ કરાયા અને પાછા ઉતારી દેવાયા હતા. આખરે વિમાન રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ટેક્નિકલ ખામીનાં કારણે પેસેન્જર પાસે દોડાદોડી કરાવ્યા બાદ આખરે પ્લેન ટેક્નિકલ ખામીનું બહાનું ધરીને રદ્દ કરી દેવામાં આવ્યું હતું. જેનાં કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી ઘડીએ મુસાફરો રઝળી પડ્યાં હતા. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બેંગ્લુરૂ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ રદ્દ
શુક્રવારે (13 જૂન) જયપુરથી બેંગલુરુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 2749 શુક્રવારે સવારે 11.30 વાગ્યે જયપુરથી બેંગલુરુ જતી હતી. પરંતુ વિમાન ઉડાન ભરી શક્યું ન હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી પડી, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા
મુસાફરોને ત્રણ વખત વિમાનમાં ચઢાવવા માટે કહેવામાં આવ્યું હતું
ADVERTISEMENT
એરપોર્ટ પર જાહેરાત કરવામાં આવી હતી કે, ફ્લાઇટ બપોરે ૩:૦૦ વાગ્યે ઉડાન ભરશે. બાદમાં તેને સાંજે 5:00 વાગ્યે મુલતવી રાખવામાં આવી હતી. વિમાન સાંજે 06:30 વાગ્યા સુધી ઉડાન ભરી શક્યું ન હતું અને બાદમાં રદ કરવામાં આવ્યું હતું. મુસાફરોને ત્રણ વખત વિમાનમાં ચઢાવવામાં આવ્યા પરંતુ થોડી વાર પછી જાહેરાત કરીને તેમને ફરી અટકાવવામાં આવ્યા. આ પ્રકારે કુલ ત્રણ વખત થયું અને આખરે ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ