બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Ananya Pandey's pain after being trolled on social media, said- 'People forget that actors are also human'

ગપશપ / સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા છલકાયું અનન્યા પાંડેનું દર્દ, કહ્યું- 'લોકો ભૂલી જાય છે કે એક્ટર્સ પણ માણસ હોય છે'

Megha

Last Updated: 01:58 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ananya Pandey On Social Media Trolling:  'ડ્રીમ ગર્લ 2'ના પ્રમોશન દરમિયાન અનન્યા પાંડે એ કહ્યું કે, 'ફીડબેક અને નેગેટિવ ટ્રોલિંગ વચ્ચે એક રેખા છે. ટ્રોલિંગ કરતાં સમયે લોકો ભૂલી જાય કે અભિનેતાઓ પણ માણસ છે.'

  • અનન્યા પાંડે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ઘણી ચર્ચામાં 
  • ટ્રોલિંગની વાત વધુ ધ્યાન ન આપવાનો પ્રયત્ન કરું છું -અનન્યા પાંડે
  • લોકો ભૂલી જાય કે અભિનેતાઓ પણ માણસ હોય

Ananya Pandey On Social Media Trolling: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે, હાલમાં જ અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' રિલીઝ થવાની છે જેમાં અનન્યા પાંડે આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. 

ટ્રોલિંગની વાત વધુ ધ્યાન ન આપવાનો પ્રયત્ન કરું છું
એક વાતચિત દરમિયાન અનન્યા પાંડે એ કહ્યું કે, 'ડ્રીમ ગર્લ 2 એક કન્ટેન્ટ ડ્રાઈવિંગ ફિલ્મ  છે અને ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું. સાથે જ પરફોર્મન્સ ઓરિએન્ટેડ અભિનેતા આયુષ્માન ખુરાના સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું અને મને ઘણું શીખવા પણ મળ્યું છે. ' ડ્રીમ ગર્લ 2 અભિનેત્રી અનન્યા પાંડેએ વધુમાં ઉમેર્યું કે - 'જ્યારે કોઈ કહે છે કે તમે આ કરી શકો છો અથવા તેને અલગ રીતે કરી શકો છો, તો હું તેને હંમેશા સ્વીકારું છું. હું ક્યારેય શીખવાનું અને આગળ વધવાનું બંધ કરવા નથી માંગતી. પણ  જ્યારે ટ્રોલિંગની વાત આવે છે, ત્યારે હું તેના પર વધુ ધ્યાન ન આપવાનો પ્રયત્ન કરું છું.

લોકો ભૂલી જાય કે અભિનેતાઓ પણ માણસ હોય
ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે. 'સ્ટાર કિડ હોવાને કારણે વારંવાર ટ્રોલ કરે છે પણ લોકો કદાચ ભૂલી જાય છે કે એકટર પણ માણસ છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાથી કોઈ ફરક પડે છે આ સવાલ પર અનન્યાએ કહ્યું કે એક એક્ટ્રેસ હોવાને કારણે ટ્રોલિંગની તેના પર બહુ અસર નથી થતી, પરંતુ એક માણસ હોવાને કારણે તે તેના પર વધુ અસર કરે છે. તેણે કહ્યું- 'લોકો ભૂલી જાય છે કે અભિનેતાઓ પણ માણસ હોય છે. પણ પકડીને હું બિચારી છું એમ વિચારીને બેઠી નહીં રહું.' 

અનન્યા પાંડે એક્ટર ચંકી પાંડેની દીકરી છે અને જ્યારે તેણે 2019માં 'સ્ટુડન્ટ ઑફ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેને નેપોટિઝમના કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખરાબ રીતે મજાક બનાવી હતી. આ વિશે અનન્યાએ કહ્યું- 'ફીડબેક અને નેગેટિવ ટ્રોલિંગ વચ્ચે એક રેખા છે. જો કોઈ રચનાત્મક ટીકા કરી રહ્યું છે તો તેને હું ખુલ્લા મનથી સ્વીકારું છું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ