ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / આવી ગઈ અનંત-રાધિકાના લગ્નની ફાઇનલ ડેટ, જોયું વેડિંગ કાર્ડ? કયું ફંક્શન ક્યારે જુઓ Photosમાં

photo-story

6 ફોટો ગેલેરી

ફોટોઝ / આવી ગઈ અનંત-રાધિકાના લગ્નની ફાઇનલ ડેટ, જોયું વેડિંગ કાર્ડ? કયું ફંક્શન ક્યારે જુઓ Photosમાં

Last Updated: 02:22 PM, 30 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નની કંકોત્રી સામે આવી ગઈ છે. આવનારા સમયમાં આ તારીખે અને જગ્યા પર અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાશે.

1/6

photoStories-logo

1. અનંત-રાધિકા બંધાશે લગ્નના બંધનમાં

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. હવે બંનેના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. માહિતી અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના BKC સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ તારીખે લેશે સાત ફેરા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે. મુખ્ય પ્રસંગ એટલે કે શુભ લગ્નનું આયોજન શુક્રવાર, 12 જુલાઈ, 2024 ના રોજ કરવામાં આવશે. આ પછી 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદનો કાર્યક્રમ યોજાશે. 14મી જુલાઈ 2024ના રોજ મંગલ ઉત્સવ એટલે કે વેડિંગ રિસેપ્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ભવ્ય લગ્નમાં દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી શકે છે. (Photo Courtesy: x.com/ANI)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મહેમાનોને મળી ગયું આમંત્રણ

અહેવાલો અનુસાર, આ ભવ્ય લગ્નના આમંત્રણ મહેમાનોને મોકલી દેવામાં આવ્યા છે. આમાં બિઝનેસ, પોલિટિક્સ અને બોલિવૂડની ઘણી સેલિબ્રિટી સામેલ થઈ શકે છે. અનંત-રાધિકાના લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જામનગરમાં હતું પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન

આ વર્ષે માર્ચમાં, બંનેનું જામનગરમાં પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન હતું જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ વગેરેએ હાજરી આપી હતી. આમાં ગ્લોબલ પોપ સ્ટાર રિહાનાએ પણ પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ક્રુઝ પર થઈ રહ્યું છે બીજું પ્રી-વેડિંગ ફંક્શન

અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટાલી અને ફ્રાન્સ વચ્ચે લક્ઝરી ક્રૂઝ પર આયોજિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 29 મેથી શરૂ થયો છે અને કુલ ચાર દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની 800 જાણીતી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મનોરંજન જગતની ઘણી હસ્તીઓ પણ સામેલ

આ કાર્યક્રમમાં રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન , સલમાન ખાન, રિતેશ દેશમુખ, રશ્મિકા મંદન્ના વગેરે જેવા અનેક ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્લોબલ પોપ સ્ટાર શકીરા પણ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરી શકે છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Anant and Radhika Wedding Radhika Merchant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ