બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An important decision of Gujarat Government in the interest of Scheduled Tribe students

BIG NEWS / અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હજારો વિદ્યાર્થીઓને થશે લાભ, જાણો કઇ રીતે

Malay

Last Updated: 11:25 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જે અભ્યાસક્રમોમાં ફી રૂ. 6 લાખ કરતાં વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

  • અનુ.જનજાતિના વિદ્યાર્થીના હિતમાં નિર્ણય 
  • 6 લાખથી વધુ ફી વાળા અભ્યાસક્રમમાં સહાય 
  • યોજનાથી હજારો વિદ્યાર્થીઓને થશે લાભ 

ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી રૂ.6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે.

કુબેર ડિંડોર (આદિજાતિ વિકાસ મંત્રી)

સરકારના નિર્ણયથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને થશે લાભ
કેન્દ્ર સરકારની વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ.2.50 લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા (સિલીંગ લિમીટ) ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચુકવવામાં આવતી હતી. તે ઉપરાંત કેન્દ્ર સરકારની તા.01/04/2022થી અમલીકૃત ગાઇડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ./એમ.એસ./એમ.ડી.ના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.6 લાખ તથા એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.2.50 લાખ તેમજ અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.1 લાખની રકમની ટોચ મર્યાદામાં (સિલીંગ લિમીટ) શિષ્યવૃત્તિની ચૂકવણી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની  પરીક્ષાનો પ્રારંભ: રાજ્યના 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્રો પર કુલ 16 લાખ 49  હજાર વિદ્યાર્થીઓ ...
ફાઈલ ફોટો

રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
કેન્દ્ર સરકારની ઉપરોક્ત નવીન ગાઈડલાઈનમાં સૂચવેલ ટોચ મર્યાદા(સિલીંગ લિમીટ)થી વધુ રકમની શિષ્યવૃત્તિની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમનું ચૂકવણું કરવા માટે થયેલી નવી જોગવાઇઓ મુજબ હવે, અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધુ હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તેઓને ચાલુ વર્ષે તેમજ હવે પછીના વર્ષોમાં શિષ્યવૃત્તિ મંજુર થયા પ્રમાણે આપવાની રહેશે. 

FRCએ નક્કી કરેલી ફી મુજબ અપાશે શિષ્યવૃત્તિ
તે ઉપરાંત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધું હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલ રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવાની રહેશે. પરંતુ જે અભ્યાસક્રમોમાં ફી રૂ.6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ