બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / An IAS Officer scolded by Justice P. B. Bajanthri of Patna High Court

પટના / VIDEO: કોર્ટમાં IAS ઓફિસર શર્ટમાં દેખાતા હાઈકોર્ટના જજે ઉધડો લીધો, કહ્યું "શું આ સિનેમા હોલ છે?"

Dhruv

Last Updated: 10:18 AM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટની અંદર એક IAS અધિકારી સફેદ શર્ટમાં દેખાતા પટના હાઈકોર્ટના જજે ઠપકો આપતો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

  • પટના હાઈકોર્ટના એક જજે એક IAS અધિકારીને ઠપકો આપતો VIDEO વાયરલ
  • IAS અધિકારી આનંદ કિશોર સફેદ શર્ટમાં આવતા જજે ફિટકાર  લગાવી
  • સોશિયલ મીડિયા પર આ ઘટનાનો VIDEO વધારે માત્રામાં લોકોએ શેર કર્યો

પટના હાઈકોર્ટના એક જજે શુક્રવારના રોજ વરિષ્ઠ IAS અધિકારી આનંદ કિશોરને તેમના 'અયોગ્ય' ડ્રેસિંગ કોડ માટે ઠપકો આપ્યો હતો. ત્યારે જજની ફિટકાર દરમિયાન, અધિકારી એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા કે તેઓ કોર્ટમાં અનુસરવામાં આવતા કોઈ પણ ડ્રેસ કોડથી સંપૂર્ણપણે અજાણ છે. જજે અધિકારીને ઠપકો આપતા પૂછ્યું કે, 'શું તેઓને એવું લાગે છે કે તેઓ એક મૂવી થિયેટરમાં આવ્યા છે.' જો કે, હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ મામલો જજ પીબી બજંથરીની કોર્ટનો છે.

જજે પૂછ્યું કે, "શું તમને એવું લાગે છે કે આ એક સિનેમા હોલ છે?"

જ્યારે જજ પીબી બજંથરીએ IAS અધિકારીને અયોગ્ય ડ્રેસમાં જોઈને તેઓને પૂછ્યું કે 'શું તેઓએ મસૂરીમાં સિવિલ સેવા પ્રશિક્ષણ સંસ્થામાં ભાગ નથી લીધો?' બાદમાં અધિકારી જજના સવાલનો જવાબ વિચારતા જોવા મળ્યા, મોટાભાગનો સમય તેઓ ત્યાં જ ઊભા રહીને જજની વાત સાંભળતા રહ્યાં. પરંતુ એવામાં વચ્ચે જજ બજંથરીએ પૂછ્યું કે, "શું તમને એવું લાગે છે કે આ એક સિનેમા હોલ છે?" શું તમે નથી જાણતા કે તમારે કયા ડ્રેસ કોર્ટમાં કોર્ટમાં આવવાનું છે?" ઓછામાં ઓછો કોટ અને કોલર તો ખુલ્લા ના હોવા જોઇએ."

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો VIDEO વધારે માત્રામાં લોકોએ શેર કર્યો

આ દરમ્યાન IAS અધિકારી પોતાની આસપાસ હાજર વકીલને દેખતા જોવા મળ્યાં. તમને જણાવી દઇએ કે IAS આનંદ કિશોરને બિહારના CMની ખાસ નજીકના માનવામાં આવે છે. હવે આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટના જગતમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના VIDEOને વધારે લોકોએ શેર કર્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં જજને બે મિનિટથી પણ વધારે સમય સુધી અધિકારીને ફિટકાર લગાવતા જોઇ શકાય છે કારણ કે તેઓ એક સફેદ શર્ટમાં પોતાના કોલર બટન ખુલ્લા અને વગર બ્લેઝરે સુનાવણી માટે પહોંચ્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ