બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / AMTS suffers Rs 80 Crore loss in year
ADVERTISEMENT
AMTSનું સંચાલન કરનારા કોન્ટ્રાક્ટરોને એક બસ દીઠ તેના કિલોમીટરના હિસાબે જેટલા પૈસા ચુકવવામાં આવે છે તેના કરતાં ટિકિટ વસૂલીથી થતી આવક ખૂબ ઓછી છે છતાં પણ એએમટીએસ વિભાગ દરવર્ષે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી કોન્ટ્રાક્ટરોને ચૂકવી રહ્યો છે જોઈએ આ અહેવાલ.
મધ્યમવર્ગના મુસાફરો માટે AMTS આશીર્વાદરૂપ
ADVERTISEMENT
શહેરીના ગરીબ અને મધ્યમવર્ગના મુસાફરો માટે એએમટીએસ આશીર્વાદરૂપ છે. કેમકે, AMTS પરિવહન દ્વારા વાજબી ભાડામાં અનેક નાગરિકો રોજિંદા કાર્યો માટે અવરજવર કરી શકે છે. તો વિદ્યાર્થીઓ અને બહારગામથી આવતાં વિદ્યાર્થીઓ માટે એએમટીસની સુવિધા આર્થિક રીતે પરવડતી અને સમયની દ્રષ્ટીએ ઘણી સુગમ બની રહી છે. શહેરના ગરીબ અને મધ્યમવર્ગના મુસાફરો માટે એએમટીએસ સેવા આશીર્વાદરૂપ છે.
સુવિધા પર ઝળુંબી રહ્યું છે સંકટ
ADVERTISEMENT
એએમટીએસની સુવિધા ગરીબ અને મધ્યમવર્ગ માટે ઘણી સુગમ અને આશીર્વાદરૂપ છે. પરંતુ આ સુવિધા પર મોટું સંકટ ઝળુંબી રહ્યું છે, કેમ કે, એએએમટીએસ સુવિધા તેના વહીવટદારોના ગેર વહીવટને કારણે સતત ખોટના ખાડામાં ધકેલાતી જઈ રહી છે. કેમકે એએમટીએસના વહીવટદારો જેટલી રકમ કોન્ટ્રાક્ટરોને આપે છે તેની સામે કોન્ટ્રાક્ટરો કોઈ આવક રળી આપતા નથી.
ADVERTISEMENT
AMTS બસો ખાનગી કોન્ટ્રાક્ટરોને હવાલે
છતાં પણ AMTS દ્વારા વધુને વધુ બસો ખાનગી કોન્ટ્રાક્ટરોને હવાલે કરાઈ રહી છે અને તે કોન્ટ્રાક્ટરો જેટલુ કમાઈ લાવે તે કરતાં વધારે રકમની લહાણી સરકારી તિજોરીમાંથી કરાઈ રહી છે. હાલ અમદાવાદ શહેરના રોડ પર 600 AMTS બસો દોડી રહી છે જેનો વહીવટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરોને એક બસ દીઠ દૈનિક 6500થી 7000 રૂપિયા એએમટીએસ દ્વારા ચૂકવવામાં આવે છે. કોન્ટ્રાક્ટર આખો દિવસ બસ ફેરવીને સાંજે AMTSની તિજોરીમાં માત્ર 4500 કે તેથી ઓછા રૂપિયા જ જમા કરાવે છે. આવી 600 બસોનો હિસાબ કરવામાં આવે તો AMTSને દરરોજ 17 લાખની ખોટ પડે છે.
દેવાના ડુંગર નીચે દબાઈ જઈ રહી AMTS
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, AMTSના સરકારી સંચાલકો ઉદાર બનીને કોન્ટ્રાક્ટરોને ખેરાત કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરોની મનમાની સામે આંખમીચામણા કરી રહ્યા છે અને આ તરફ એએમટીએસ હાલ દેવાના ડુંગર નીચે દબાઈ જઈ રહી છે.
650 બસોનું કરાયું છે ખાનગીકરણ
એએમટીએસના ખાનગીકરણ બાદ કુલ 650 બસો શહેરમાં દોડે છે પરંતુ આ ખાનગી સંચાલિત બસના ડ્રાઇવર અને કન્ડક્ટરો ટિકિટમાં કટકી કરીને કરોડો રૂપિયા ચાઉં કરી ચૂક્યા છે જેના કારણે ત્રણ વર્ષમાં 458 કરોડ રૂપિયાની રકમનો કોઈ હિસાબ મળતો નથી. આ રકમ ખાનગી કોન્ટ્રાકટરોએ ચુકવાની બાકી છે... જેના કારણે એએમટીએસ પરિવહન સુવિધા દેવાના બોજ નીચે ધકેલાઈ ગઈ છે..
આમ છતાં પણ એએમટીસના ખાનગીકરણનો મોહ તંત્રવાહકોને છૂટતો નથી. આપને એક સામાન્ય નાગરિક તરીકે જાણીને નવાઈ લાગશે કે, AMTSના વહીવટ માટે AMC દ્વારા વર્ષે 325 કરોડ રૂપિયા ફાળવામાં આવે છે. આ 325 કરોડ રૂપિયામાંથી 250 કરોડ રૂપિયા કર્મચારીના પેન્શન, પગાર જેવા ફિક્સ ખર્ચા પાછળ ખર્ચાય છે. ઉપરાંત વર્ષે 75 કરોડ રૂપિયા બસોના સંચાલન પાછળ ખર્ચાય છે. આવો હિસાબ આપીને AMTSના વહીવટકર્તાઓને પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોવાનું લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.