બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / AMTS likely to opt for full privatization 100 more buses submitted to private companies
ADVERTISEMENT
કેમકે ખાનગી કોન્ટ્રાક્ટ પરના કેટલાક બેજવાબદાર ડ્રાઈવર અને કંડકટરો દ્વારા ટિકિટ કૌભાંડ આચચવામાં આવી રહ્યું છે તેમ છતા નવાઈની વાત એ છે કે, આ બધી બાબતોને નજર અંદાજ કરીને AMTS દ્વારા સો વધારે બસો ખાનગી કંપનીઓને સંચાલન માટે સોંપવાની વિચારણા ચાલી રહી છે.
700 માંથી 600 બસોનું થઇ ચૂક્યું છે ખાનગીકરણ
ADVERTISEMENT
અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS નું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે કારણ એ કે હવે બસો જ કોર્પોરેશનની માલિકીની નથી બચી. એએમટીએસની કુલ હાલ શહેર માં 700 બસો દોડે છે જેમાં 600 બસોનું સંચાલન ખાનગી કોન્ટ્રાકટર કરે છે ત્યારે 131 બસો એએમટીએસની માલિકીની છે.
ADVERTISEMENT
પરંતુ આ 131 માંથી માત્ર 100 બસો જ રોડ પર દોડે છે જયારે 31 બસ તો સ્ક્રેપમાં મુકાઈ ચુકી છે. એએમટીએસ ના માલિકીની 100 બસો પણ વર્ષો જૂની હોવાથી તંત્ર દ્વારા તેને પણ સ્ક્રેપ કરી નાંખવાની વિચારના કરવામાં આવી છે જેને લીધે હવે એએમટીએસ પણ ખાનગી સેવા થાય તો નવાઈ નહીં .
6 ખાનગી કોન્ટ્રાકટરો 600 બસો નું સંચાલન કરે છે
કુલ 6 ખાનગી કોન્ટ્રાકટરો 600 બસો નું સંચાલન કરે છે જેમાં સ્પીડ ચાર્ટર,અર્હમ, મારુતિ દાદા, મારુતિ ટ્રાવેલ્સ અને ટાંક ટ્રાવેલનો સમાવેશ થાય છે આ કોન્ટ્રાકટરોના ડ્રાઈવર અને કન્ડક્ટરો કટકી મારી એએમટીએસની કમાણી ખીસ્સામાં નાખે છે તેમ છતા સત્તાધીશોના પેટમાંથી પાણી નથી હલતું જેન આ કારણે જ 3 વર્ષ માં એએમટીએસ નું દેવું 458 કરોડે પહોંચી ચૂક્યું.
ADVERTISEMENT
ત્યારે વિપક્ષ નેતા એ આક્ષેપ કર્યા છે કે આ એએમટીએસનું ખાનગીકરણ જ કોર્પોરેશન ને દેવા માં ડુબાડી રહ્યું છે સત્તધીશો જ આ ખાનગીકરણ પાછળ રૂપિયા કમાઈ રહયા છે. અણધડ આયોજન થી એએમટીએસ આખરે કોન્ટ્રાકટર બેઝ થઇ ગઈ ત્યારે હવે સત્તાધીશો આ ખોટ ખાતી એએમટીએસ પ્રજા માટે કઈ રીતે મેનેજ કરે છે તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.