બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સ્કૂલવાન સહિત 3 વાહનો બેફામ AMTS ચાલકની અડફેટે, CCTV કાળજું કંપાવનારા

અરેરાટી / અમદાવાદમાં સ્કૂલવાન સહિત 3 વાહનો બેફામ AMTS ચાલકની અડફેટે, CCTV કાળજું કંપાવનારા

Vishal Khamar

Last Updated: 04:17 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગોતા બ્રિજ પાસે AMTS બસે સ્કૂલવાન સહિત 3 જેટલા વાહનોને ટક્કર મારી હતી. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

અમદાવાદના ગોતામાં AMTS બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં પુરપાટ આવી રહેલ AMTS બસે એક સ્કૂલવાન, ટેમ્પો અને રીક્ષાને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ એ ડિવિઝન ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બસ ઓવર સ્પીડમાં હોવાની માહિતી મળી રહી છે. એએમટીએસ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે રૂા. 50 હજારની પેનલ્ટી વસૂલાશે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

મળતી માહિતી મુજબ શહેરના ગોતા વિસ્તારમાં એએમટીએસ બસ આવી રહી હતી તે દરમ્યાન બસે સ્કૂલવાન સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક ગ્રે કલરની ફોર વ્હીલર નીકળતી હોઈ સ્કૂલવાન ચાલક રોડ પર ઉભો હતો. તે દરમ્યાન ટેમ્પો ચાલક સામેથી આવી રહ્યો હતો. અચાનક બસ આવી અને સૌ પ્રથમ સ્કૂલવાનને ટક્કર મારતા ટેમ્પો ચાલક સહિત ત્રણેય વાહનો જોરદાર ટકરાયા હતા. અકસ્માત સર્જાતા સ્કૂલવાન ચાલક અને રીક્ષા ચાલક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ! IBથી લઇને ડોગ સ્કવોડ તપાસમાં જોતરાઇ

ટ્રાફિક પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી

સમગ્ર ઘટનાની જાણ એ ડિવિઝન ટ્રાફિક પોલીસે થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ લોકોના ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક એએમટીએસ બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત ક્યાં કારણસર થયો તેની તપાસ હાલ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad AMTS Bus Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ