બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ! IBથી લઇને ડોગ સ્કવોડ તપાસમાં જોતરાઇ
Last Updated: 03:40 PM, 23 January 2026
અમરેલી તાલુકાના ચિત્તલ અને ખીજડિયા રેલવે સ્ટેશન પાસે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગ ગોઠવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ દ્વારા તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

શું હતી સમગ્ર ઘટના?
ADVERTISEMENT
ગત રોજ ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન ચિતલ અને ખીજડિયા સ્ટેશન વચ્ચેથી પસાર થવાની હતી. તે સમય દરમ્યાન રેલવે ટ્રેક પર મોટા પથ્થરો અને ફેન્સિંગ માટે વપરાતા સિમેન્ટના પોલ ટ્રે પર પડેલા જોતા લોકો પાયલટ દ્વારા તાત્કાલીક ટ્રેનને ઉભી રાખી હતી. તેમજ રેલવે ટ્રેક પરથી પથ્થરો અને ફેન્સિંગ હટાવ્યા બાદ ટ્રેનને જવા દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેરના લાકડાની તસ્કરી મુદ્દે ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત
ADVERTISEMENT
એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી
ઘટનાની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ તપાસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ ડોગ સ્કવોડ અને ફેરેન્સિકની ટીમ તેમજ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેલવે પોલીસની પણ ખાસ ટીમો દ્વારા તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.