બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેરના લાકડાની તસ્કરી મુદ્દે ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત
Last Updated: 03:11 PM, 23 January 2026
Godhara ED Action : ગુજરાતમાં ખેરના લાકડાની ગેરકાયદેસર કાપણી અને તસ્કરી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાસ્તવમાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થિત અંદાજે 11.3 કરોડ રૂપિયાની કુલ 14 અચલ મિલકતો ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
લાકડાની તસ્કરીથી કમાયેલ કાળી કમાણી
મહત્વનું છે કે, આ કાર્યવાહી ખેરના લાકડાની તસ્કરીથી કમાયેલ કાળી કમાણી સામે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે, ગોધરાના મુસ્તાક આદમ તાસીયા અને મોહમ્મદ તાહિર અહમદ હુસૈન સહિતના આરોપીઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેરના લાકડાની ગેરકાયદેસર કાપણી કરી હતી.
ADVERTISEMENT

પૂર્વ મંજૂરી વિના ખેરના ઝાડો કાપવામાં આવ્યા
ADVERTISEMENT
વિગતો મુજબ આરોપીઓ દ્વારા તાપી, વ્યારા, નવસારી, નર્મદા અને પંચમહાલ સહિતના વિસ્તારોના જંગલોમાંથી વન વિભાગની કોઈ પણ પૂર્વ મંજૂરી વિના ખેરના ઝાડો કાપવામાં આવ્યા હતા. બાદમાં આ લાકડાને ગુજરાતના સરહદી વિસ્તારોમાં લઈ જઈ વેચવામાં આવતું હતું, જેના મારફતે કરોડો રૂપિયાની આવક કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વાઘ માટે રહેણાંક વિસ્તાર વિકસાવવા ગુજરાતમાં કરાઇ ચર્ચા-વિચારણા, લેવાયો આ નિર્ણય
ADVERTISEMENT
સમગ્ર મામલે સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ અને ત્યારબાદ મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી. EDની તપાસમાં સામે આવ્યું કે, ખેરના લાકડાની તસ્કરીથી મળેલી આવકમાંથી ગોધરામાં અનેક સ્થાવર મિલકતો ખરીદવામાં આવી હતી. આ તમામ મિલકતોને હવે જપ્ત કરીને EDએ કાયદાની કાર્યવાહી વધુ કડક બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.