બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાઘ માટે રહેણાંક વિસ્તાર વિકસાવવા ગુજરાતમાં કરાઇ ચર્ચા-વિચારણા, લેવાયો આ નિર્ણય

કવાયત / વાઘ માટે રહેણાંક વિસ્તાર વિકસાવવા ગુજરાતમાં કરાઇ ચર્ચા-વિચારણા, લેવાયો આ નિર્ણય

Priykant Shrimali

Last Updated: 02:51 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wildlife Conservation : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ખાસ કરીને ગુજરાતમાં વાઘ માટે યોગ્ય રહેણાંક વિસ્તાર વિકસાવવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી

Wildlife Conservation : ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની 26મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્યમંત્રી પ્રવીણ માળી હાજર રહ્યા હતા.

આવો જાણીએ શું કહ્યું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ?

આ અંગે વાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આ બેઠકમાં ખાસ કરીને ગુજરાતમાં વાઘ માટે યોગ્ય રહેણાંક વિસ્તાર વિકસાવવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં જ્યાં વાઘની હાજરી નોંધાઈ છે તે વિસ્તારોમાં સંરક્ષણ અને સંભવિત વિકાસ માટે આગળની કામગીરી કેવી રીતે કરી શકાય તે બાબતે વિચાર વિમર્શ થયો. ગુજરાતમાં રહેલા વાઘની નોંધ રાષ્ટ્રીય ગણતરીમાં લેવામાં આવી છે, જે રાજ્ય માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.

આ સાથે બેઠક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના જેસોર રીંછ અભયારણ્યના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ અભયારણ્યને રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેના કારણે અહીંના વન્યજીવ સંરક્ષણને નવી દિશા મળશે. સાથે જ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં જોવા મળેલા વાઘની હાજરી અને ત્યાં તેની સ્થાયી થવાની સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી.

આ સાથે વાઘ સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભાગીદારી વધારવા માટે NTCA (નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી)ના સહયોગથી કોમ્યુનિટી પાર્ટિસિપેશન તાલીમ આપવાની યોજનાઓ પર પણ ચર્ચા થઈ. આથી વન્યજીવ સંરક્ષણ સાથે સ્થાનિક સમાજને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટમાં દીકરા સહિત પતિ-પત્નીએ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, જાણો કારણ

મહત્વનું છે કે, મુખ્યમંત્રીએ રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી વન્યજીવોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે વન વિભાગને ખાસ સૂચનાઓ આપી હતી. ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા સાથે મુલાકાતીઓ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત, રાજ્યમાં દીપડાઓની વધતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડાઓ માટે ભવિષ્યમાં યોગ્ય અભયારણ્ય વિસ્તાર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wildlife Board Meeting Gujarat Wildlife Conservation Tiger Habitat Development
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ