બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં દીકરા સહિત પતિ-પત્નીએ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, જાણો કારણ
Last Updated: 02:45 PM, 23 January 2026
Rajkot News : રાજકોટથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ શહેરમાં આર્થિક સંકટથી પરેશાન એક પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતા એક સોની પરિવારે ઝેરી દવા પી લેતાં સમગ્ર શહેરમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
નિલેશ સોનીએ અગાઉ ફ્લેટ લીધો હતો, જેમાં અંદાજે સાત લાખ રૂપિયાની લોન બાકી રહી ગઈ હતી. લોનના હપ્તા સમયસર ચૂકવી ન શકતા પરિવાર પર સતત આર્થિક દબાણ વધી રહ્યું હતું. આ માનસિક તણાવના કારણે નિલેશ સોની, તેમની પત્ની અને તેમના દીકરાએ એક સાથે જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગાંધીનગરમાં પોલીસકર્મીનો આપઘાત તો ગોધરામાં જુવાનજોધ દીકરાનું ભરતી દોડમાં મોત
ADVERTISEMENT
ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પરિવારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટના જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે. આ તરફ ઘટનાની જાણ થતાની સાથે થોરાળા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.