બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Amitabh Bachchan donates 51 lakhs for Bihar flood relief fund

દાન / બિહારના પુર પીડિતોની વહારે આવ્યા સદીના મહાનાયક; રાહત ફંડમાં દાન આપી મોટી રકમ

Published By: Shalin

Last Updated: 08:54 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં આ વર્ષે કુદરતનો કહેર વરસ્યો છે. ભારે વરસાદ અને પુરે મોટી સંખ્યામાં જાનમાલની હાનિ સર્જી હતી. પુર પીડિતોની રાહત માટે દેશના માનીતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાથ લંબાવ્યો છે. તેમણે ૫૧ લાખ રૂપિયાની રકમ પુર પીડિતોના ફાળા માટે દાન કરી છે.

બિહારમાં પૂર અને અતિવૃષ્ટિએ આ વર્ષે આતંક મચાવ્યો છે જેની સામે સરકાર પૂર પીડિતોની રાહત માટે કાર્યરત રહી છે.  આ પૂરપીડિતો માટેના રાહતફંડમાં દાન માટે બૉલીવુડના મહાનાયકે પહેલ કરી છે. અમિતાભ બચ્ચને રૂપિયા 51 લાખનો ચેક બિહારના પૂર પીડિતો માટે પહોંચતો કર્યો છે.

હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના પ્રતિનિધિ વિજયનાથ વડે બિહાર સરકારને 51 લાખની રકમ ચેક વડે પહોંચાડી હતી. આ ચેક બુધવારે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને પટના ખાતે આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે ભારે વરસાદ અને પૂરના પગલે આશરે 100 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે. 

અમિતાભે આ દાનની જાણ ટ્વિટ કરીને ઓનલાઇન જણાવી હતી. આ ઉપરાંત તેમણે રકમ સાથે બિહારના પૂર પીડિતો માટે એક પત્ર પણ લખ્યો હતો. 

નોંધનીય છે કે આ ચોમાસામાં બિહારના 15 જિલ્લાઓ પટના, ભોજપુર, ભાગલપુર, નવાદા, નાલંદા, ખગડિયા, સમસ્તીપુર, લખીસરાય, બેગુસરાય, મુંગેર, બક્સર, કટિહાર, જહાનાબાદ, અરવલ, પૂર્ણિયામાં 1400થી વધુ ગામો આ વખતે પૂરનો શિકાર બન્યા છે. 

આ પરિસ્થિતિનો સામનો કરવા 75 જેટલા રાહત શિબિરના કેન્દ્રો અને 515 સામુદાયિક રસોઈ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. 

પુરની વિપરીત સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુએ પણ માથું ઉચક્યું છે. રાજ્યમાં 980 ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Bihar flood donation અમિતાભ બચ્ચન દાન બિહાર પૂર Donation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ