બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / amitabh bachchan de aged young avatar as aswatthama

કલ્કી 2898 AD / આ અભિષેક છે કે અમિતાભ? ફિલ્મના ટિઝરમાં અશ્વત્થામાના રોલમાં જોવા મળ્યો દમદાર લુક

Published By: Arohi

Last Updated: 04:33 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan As Aswatthama: વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહેલી 'કલ્કિ 2898 AD'નો નવો ટીઝર વીડિયો સામે આવી ગયો છે. આ વીડિયોમાં ફિલ્મથી અમિતાભનું પાત્ર અને તેનું ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યું છે.

બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 80 વર્ષ કરતા પણ વધારે ઉંમર હોવા છતાં ફેંસને સરપ્રાઈઝ કરી દે છે જે ઘણા નવા એક્ટર્સ પણ નથી કરી શકતા. આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવવામાં આવી રહેલી કલ્કિ 2898 ADમાંથી એક નવો ટીઝર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફિલ્મથી અમિતાભનું પાત્ર અને તેનું ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ ફેંસ ચોંકી ઉઠ્યા છે. વીડિયોમાં અમિતાભનો એક યંગ અવતાર પણ જોવા મળી રહ્યો છે.  

અશ્વત્થામા બન્યા અમિતાભ
મેકર્સે ફિલ્મ સાથે જોડાયેલી નવી ફુટેજ શેર કરી છે તેને નામ આપ્યું છે ઈન્ટ્રોડ્યુસિંગ અશ્વત્થામા. વીડિયોમાં અમિતાભનું પાત્ર એક જુના મંદિરમાં જોવા મળી રહ્યું છે. આ કોઈ પ્રાચીન મંદિર છે જ્યાં એક બાળક પહોંચીને તેને પુછી રહ્યો છે કે તે કોણ છે? અમિતાભ તેને જણાવે છે કે તે સદિયોથી આ ધરતી પર રહે છે. 

અહીં અમિતાભના ચહેરા પર પાટાઓ બાંધેલા છે અને માટી લાગેલી છે. તેમની દાઢી પણ ખૂબ જ લાંબી છે. વીડિયોની વચ્ચે તેમની જવાનીનો પણ એક નાનકડો ભાગ જોવા મળી રહ્યો છે. જેનાથી અમિતાભ બચ્ચન બિલકુલ એવા લાગી રહ્યા છે જેવા જુની ફિલ્મોમાં તે દેખાઈ રહ્યા છે. 

વીડિયોમાં અમિતાભ પર કોઈ હુમલો થયો છે અને તેને ગોળી મારવામાં આવી છે. પરંતુ તેમને કંઈ નથી થતું. તો આ નાનકડુ બાળક તેનું રહસ્ય જાણવા માંગે છે. પોતાની જિજ્ઞાસામાં તે એક સમયે એમ પણ કહે છે તમે ભગવાન છો? તેના પર અમિતાભનું પાત્ર હશે છે અને પછી રિવીલ કરતા જણાવે છે કે મારો સમય આવી ગયો છે મારા અંતિમ યુદ્ધનો સમય આવી ગયો છે. તે આગળ જણાવે છે કે તે દ્વાપરયુગથી દશાવતારની રાહ જોઈ રહ્યા છે અને તે ગુરૂદ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા છે.  

વધુ વાંચો: અયોધ્યા પહોંચ્યા રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા અને પુત્રો સાથે કર્યા રામલલાના દર્શન, જુઓ ફોટો

યંગ અમિતાભને જોઈને ચોંક્યા ફેંસ 
કલ્કિ 2898 ADના આ વીડિયોમાં અમિતાભનો લુક તો ધાંસૂ છે જ પરંતુ ફ્લેશબેકમાં જોવા મળતો તેમનો યંગ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. તેમાં અમિતાભનો ફેસ ખૂબ જ એવો દેખાઈ રહ્યો છે જેવો તેમની જુની ફિલ્મોમાં દેખાતો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Aswatthama Bollywood News અશ્વત્થામાં Amitabh Bachchan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ