બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amit Shah's mega road show today on various routes of Gandhinagar Lok Sabha

લોકસભા ચૂંટણી 2024 / સાણંદથી વેજલપુર સુધીના વિવિધ રૂટ પર અમિત શાહનો આજે મેગા રોડ શો, આવતીકાલે નામાંકન

Priyakant

Last Updated: 12:32 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : કેન્દ્રીય મંત્રી અમિત શાહના રોડ શૉને લઈ કલોલ જવાના રસ્તાને ભગવા કલરથી શણગારાયો, કલોલ સહિતના વિસ્તારોમાં રોડ શૉ બાદ સાંજે વેજલપુરમાં જાહેરસભાનું પણ આયોજન

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ હાલ મેગા રોડ શૉ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ પહેલા આજે તેઓ લોકસભા મત વિસ્તારમાં મેગા રોડ શૉ કરી રહ્યા છે. આજે સવારે સાણંદથી તેમનો આ રોડ શૉ શરૂ થયો છે. આ સાથે કલોલ સહિતના વિસ્તારોમાં રોડ શૉ બાદ સાંજે વેજલપુરમાં જાહેરસભાનું પણ આયોજન કરાયું છે. 

ગાંધીનગરના 'રણ'માં અમિત શાહનો મેગા શૉ
અજયરથના સારથી અને ગાંધીનગરના સાંસદઆ અમિત શાહનો રોડ શૉ શરૂ થયો છે. જનતાના આંગણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. આજે સાણંદથી વેજલપુર સુધી ઘર ઘર અમિત શાહ પહોંચી રહ્યા છે. ગાંધીનગરના ગઢમાં અમિત શાહ જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. અમિત શાહના રોડ શૉ અને મેગા રેલીને લઈ ગાંધીનગર લોકસભામાં 20 સ્ટેજ, વિકાસની થીમ અને સંગીતના તાલે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

કલોલમાં અમિત શાહના રોડ શૉને લઈ આખરી તૈયારીઓ
ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કલોલમાં પણ રોડ શૉને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલોલમાં અમિત શાહના રોડ શૉને લઈ આખરી તૈયારીઓ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અમિત શાહને આવકારવા પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે અમિત શાહના રોડ શૉમાં ઠેર ઠેર તેમનું સ્વાગત થશે. અમિત શાહના રોડ શૉને લઈ માર્ગો પર સ્થાનિકો ઉમટ્યા છે. આ સાથે વિવિધ વેશભૂષામાં નૃત્ય સાથે અમિત શાહને આવકારવા તૈયાર છે. 

અમિત શાહના સ્વાગત માટે ભાજપના કાર્યકરો સજ્જ
કેન્દ્રીય મંત્રી અમિત શાહના રોડ શૉને લઈ કલોલ જવાના રસ્તાને ભગવા કલરથી શણગારાયો છે. પાર્ટીની થીમ પર લોકો વેશભૂષામાં તૈયાર થઇ જોડાયા છે. આ સાથે સ્થળ પર હાજર કાર્યકર્તાઓએ કલોલ અને દેશના વિકાસની વાત કરી રહ્યા છે. આ સાથે ફરી ભાજપની સરકાર બનવાનો કાર્યકર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

અમિત શાહના પુત્ર જય શાહ પણ પહોંચ્યા સાણંદ 
ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શૉને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તરફ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના રોડ શૉને લઈ તેમનાના પુત્ર જય શાહ સાણંદ પહોંચ્યા છે. સાણંદમાં જય શાહે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે રોડ શૉ અંગે નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી તો પ્રદિપસિંહ વાઘેલાએ પણ નેતાઓ સાથે ચર્ચા કરી છે. 

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન યોજાનાર છે. આજે વિજય શંખનાદ સાથે અમિત શાહ 14 કિલોમીટરનો ભવ્ય રોડ-શૉ કરશે. આ અંતર્ગત બુથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચાર કરવામાં આવશે. વિગતો મુજબ સાણંદથી કલોલ સુધી બપોર પહેલાં રોડ-શૉ નું આયોજન છે તો બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ-શૉ શરૂ થશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ-શૉના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધન કરશે. 

સાણંદ રોડ-શૉ રૂટ

  • સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
  • સાણંદ તાલુકા પંચાયત કચેરી
  • ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
  • સાણંદ બસ સ્ટેન્ડ
  • સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન

કલોલ રોડ-શૉ રૂટ

  • જે.પી. ગેટ (કલોલ શહેર)
  • ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
  • ભવાની નગર ચાલી
  • ખુની બંગલા તળાવ રોડ
  • ટાવર ચોક- સમાપન

સાબરમતી રોડ-શૉ રૂટ

  • સરદાર પટેલ ચોક
  • વિજય રામી સર્કલ
  • શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
  • શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
  • શાંતારામ કોમ્યુનિટી હોલ
  • ચાંદલોડિયા રોડ- સમાપન

ઘાટલોડિયા રોડ-શૉ રૂટ

  • ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
  • અમૂલ ઔડા ગાર્ડન ચોક
  • પ્રભાત ચોક
  • વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
  • ગૌરવ પથ
  • રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન

નારણપુરા રોડ-શૉ રૂટ

  • રન્ના પાર્ક
  • ચાય વાલે
  • પટેલ ડેરી
  • એ. ઇ. સી. બ્રિજ
  • સહજાનંદ એવન્યુ
  • સોલાર ફ્લેટ
  • જયદીપ હોસ્પિટલ
  • લોયલા સ્કુલ
  • ક્રિષ્ના ડેરી- સમાપન

વધુ વાંચો: એક સમયે 'લાખો કોરી'ની આવક ધરાવતા 'લખપત'ના જુઓ આજે કેવાં હાલ, નામ અને વિનાશ પાછળ રહેલી છે રોચક કહાની

વેજલપુર રોડ-શૉ રૂટ

  • જીવરાજ પાર્ક
  • તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
  • વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
  • કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર- સમાપન અને જાહેરસભા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ