બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Amit Shah will be launch 4 smart schools in Ahmedabad today

મિશન 2022 / અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોના ઉદ્ઘાટન સહિત 3 કાર્યક્રમોમાં ભાગ લેશે

Dhruv

Last Updated: 08:44 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેઓ આજે 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરશે તેમજ 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એન્થમ સોન્ગને લોન્ચ કરશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે
  • AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહ કરશે લોકાર્પણ
  • 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એન્થમ સોન્ગને લોન્ચ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે 11 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર સંગઠનના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહમંત્રી આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે નેશનલ ગેમ્સના એન્થમ સોન્ગને પણ લોન્ચ પણ કરશે.

ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં નવા વાડજ, ઘાટલોડીયા અને થલતેજ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે. થલતેજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ તમામ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરની નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની ગાંધીનગર શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કરાશે.

  • AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહ લોકાર્પણ કરશે 
  • હાલ AMC સ્કૂલ બોર્ડમાં 16 સ્માર્ટ સ્કૂલો છે કાર્યરત
  • અંગ્રેજી માધ્યમમાં બાળકોને શિક્ષણ મળે તે હેતુથી વધુ સ્કૂલો શરૂ કરાશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે એટલે કે આજ રોજ યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 36માં રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. મહત્વનું છે કે, ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાનારી 36મી નેશનલ ગેમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં અમિત શાહ લૉન્ચ કરાશે.

આ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરવામાં આવશે.

જાણો અમિત શાહનો આજનો કાર્યક્રમ

1. સવારે 9 વાગ્યે 
AMC સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ

2. સવારે 11.00 વાગ્યે 
છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ડ્યુટી મીટ

3. સાંજે 7.00 વાગ્યે 
36મી નેશનલ ગેમ્સ 2022નો કર્ટેન રેઝર અને 11માં ખેલકુંભનો સમાપન સમારોહ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ